ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: વસ્ત્રાપુરના કોન્સ્ટેબલે કરી આત્મહત્યા - Vastrapur

અમદાવાદ શહેરમાં છેલ્લા અઠવાડિયામાં આત્મહત્યાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં વિવિધ કારણો પણ સામે આવ્યા છે. ત્યારે વસ્ત્રપુર પોલીસ મથકના એક કોન્સ્ટેબલ પણ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

વસ્ત્રાપુરના કોન્સ્ટેબલે કરી આત્મહત્યા
વસ્ત્રાપુરના કોન્સ્ટેબલે કરી આત્મહત્યા

By

Published : Dec 25, 2020, 11:03 PM IST

  • શહેરમાં આત્મહત્યાનો સિલ સિલો યથાવત
  • કોન્સ્ટેબલ કર્યો આપઘાત
  • કામના ભારણના કારણે કર્યો આપઘાત

અમદાવાદ: શહેરમાં છેલ્લા અઠવાડિયામાં આત્મહત્યાના અનેક કિસ્સા સામે આવ્યા છે. જેમાં અલગ અલગ કારણોસર લોકો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે વસ્ત્રપુર પોલીસ મથકના એક કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

કેવી રીતે કરી આત્મહત્યા?

શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનારા વિશાલ ડાભી સેટેલાઈટ વિસ્તારમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા શુભદર્શન એપાર્ટમેન્ટમાં પીજીમાં રહેતા હતા. તેમની સાથે પીજીમાં રહેતા અન્ય લોકો જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે તેમને જોયું કે, વિશાલ ગળે ફાંસો ખાઈને લટકી રહ્યો હતો, ત્યારે તેમને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસે તપાસ હાથ ધરી

મળતી માહિતી મુજબ કોન્સ્ટેબલ વિશાલે 4 મહિના અગાઉ જ અડવડ ગ્રામ્યમાંથી બદલી કરવી અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મેળવ્યું હતું, પરંતુ કામના ભારણના કારણે આત્મહત્યા કરી હોવાનું ચર્ચામાં છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details