- અમદાવાદ મેટ્રો સિટીમાં વિકાસ ઝંખતો વસ્ત્રાલ વૉર્ડ
- ચૂંટણી ટાણે જ કોર્પોરેટર્સ દેખાય છે : સ્થાનિક
- વસ્ત્રાલ ગામમાં બસની સુવિધાઓ પણ નથી : સ્થાનિક
અમદાવાદ : શહેરના વસ્ત્રાલ વૉર્ડમાં પાણી, ડ્રેનેજલાઈન જેવી પ્રાથમિક સુવિધાઓમાં ક્યાંક કચાસ જોવા મળી હતી. આ વૉર્ડમાં બીજી તરફ વિકાસના કામો પણ થયા છે. જ્યારે 100 બેડની હોસ્પિટલ, મેટ્રો રેલ, તળાવનું નવીનીકરણ જેવા વિકાસના કામો કરવામાં આવ્યા છે. ત્યારે કેટલીક જગ્યાએ રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. તો પાણીના ભરાવાની સમસ્યા પણ જોવા મળી હતી. જેમાં વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરીની સુવિધા જોવા મળી નથી. ત્યારે AMTS બસની સુવિધાથી હજૂ પણ વસ્ત્રાલ ગામ વંચિત છે. એટલે કે, સરકાર સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરે છે એ તદ્દન ખોટી છે. ત્યારે ગામના લોકોએ અનેકવાર બસ શરૂ કરવા માટેની રજૂઆત કરી છે, પરંતુ હજૂ શરૂ કરવામાં આવી નથી.