અમદાવાદ : રાજ્યમાં અમદાવાદ અનેક (Development Works in Ahmedabad) વિકાસના કામોમાં અગ્રેસર જોવા મળી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય રેલવેમાં અનેક રીતે વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેને લઈને ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદ જંકશન તેમજ સાબરમતી રેલવે સ્ટેશનને (Railway Station Redevelop) રીડેવલ્પની વાત સામે આવી છે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદ જંકશનને 4000 તેમજ સાબરમતી રેલવે સ્ટેશનને 1000 હજાર કરોડના ખર્ચે રીડેવલ્પ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.
4000 કરોડના ખર્ચે અમદાવાદ રેલવે સ્ટેશન થશે વિકાસ -કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન અમદાવાદ જંકશન (Ahmedabad Railway Station) 4000 કરોડના ખર્ચે રીડેવલ્પ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવા રેલવે સ્ટેશનમાં ઉચ્ચ કક્ષાની સુવિધા ઉપલબ્ધ થશે. જેમાં થિયેટર, શોપિંગ મોલ પણ હશે. અમદાવાદ રેલવે સ્ટેશનથી રોજની અંદાજિત 150 જેટલી લોકલ ટ્રેનનું સંચાલન કરવામાં આવે છે. આ ઉપરાંત 1 લાખથી વધુ લોકો પ્રવાસ કરે છે. અમદાવાદ રેલવે સ્ટેશનમાં આવેલા હેરિટેજ ઝૂલતા મિનારાને 100 મીટર જેટલી જગ્યા ફરતે કવર કરીને તેને સાચવણી કરવામાં આવશે.
આ પણ વાંચો :Bullet Train Project : અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે કહી મોટી વાત, ઠાકરેની કેવી ઝાટકણી કાઢી જૂઓ