- કોરોના વાઈરસના મૂળભૂત બંધારણનું મ્યૂટેશન છે ડેલ્ટા વેરિયન્ટ
- ડેલ્ટા વેરિયન્ટના બંધારણમાં મ્યૂટેશનની ઉપજ છે ડેલ્ટા+ વેરિયન્ટ
- વિશ્વના 9 દેશો કોરોનાના આ બન્ને વેરિયન્ટ સામે ઝઝૂમી રહ્યા છે
ન્યૂઝ ડેસ્ક : દેશમાં 5 એપ્રિલના રોજ લેવામાં આવેલા કોરોના દર્દીઓના કેટલાક સેમ્પલમાંથી સૌપ્રથમ વખત કોરોનાનો નવો વેરિયન્ટ જોવા મળ્યો હતો. આ વેરિયન્ટને શરૂઆતમાં કોરોનાના ઈન્ડિયન વેરિયન્ટ (Indian Variant Of Corona) નામ આપવામાં આવ્યું હતું. જ્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા તેને ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant) નામ આપવામાં આવ્યું હતું. આ વેરિયન્ટમાં થયેલા મ્યૂટેશન (Mutation in Variant) ના કારણે નવું જોખમ ઉભું થયું છે. જેને ડેલ્ટા+ વેરિયન્ટ (Delta+ Variant) નામ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો -Delta Variant નો Delta+ Variantમાં પરિણમતા બન્યું ઘાતકી
ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર Delta Variant
ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant) એ કોરોના વાઈરસના મૂળભૂત બંધારણ SARS-CoV-2 માં ફેરફાર થતા ઉદ્ભવ્યો હતો. આ વેરિયન્ટ ભારતમાં કોરોનાની બીજી લહેર (Second Wave of Corona) માટે જવાબદાર પરિબળોમાંનું એક હોવાનું તજજ્ઞો માની રહ્યા છે. આ વેરિયન્ટથી કોરોના સંક્રમણ પ્રસરવાની શક્તિ તેમજ ઈન્ફેક્શનની તિવ્રતામાં વધારો નોંધાયો હતો. હાલમાં ડેલ્ટા વેરિયન્ટ વિશ્વભરમાં ખૂબ જ ઝડપી પ્રસરી રહ્યો છે. ભારત સહિત વિશ્વના 9 દેશો Delta Variant ના સકંજામાં આવી ચૂક્યાં છે.
Delta+ Variant સરળતાથી રોગ પ્રતિકાત્મક શક્તિને ચકમો આપી શકે છે
ડેલ્ટા+ વેરિયન્ટ (Delta+ Variant) એ ડેલ્ટા વેરિયન્ટના બંધારણમાં થયેલા મ્યૂટેશન (Mutation in Variant)ની ઉપજ છે. ઈન્સ્ટિટ્યુટ ઓફ જિનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજીના વૈજ્ઞાનિક વિનોદ સ્કારિયાના જણાવ્યા પ્રમાણે, Delta+ Variant પર તાજેતરમાં જ ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવેલા મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ ઈન્જેક્શનની કોઈ અસર થતી નથી. આ મ્યૂટેશન સરળતાથી વ્યક્તિની રોગ પ્રતિકાત્મક શક્તિ (Immune Response System) ને ચકમો આપી શકે છે.
આ પણ વાંચો -Delta+ Variantને ભારતમાં 'વેરિયન્ટ ઓફ કન્સર્ન' જાહેર કરાયો