- આજ બુધવારથી શરૂ કરવામાં આવ્યું છે કોરોનાની રસી માટેનું રજીસ્ટ્રેશન
- 18થી 45 વયના લોકોનું શરૂ કરવામાં આવશે રસીકરણ
- રજિસ્ટ્રેશન ફરજિયાત છે અને થયા બાદ આવશે તમારો નંબર
અમદાવાદઃકોરોના મહામારીની બીજી લહેરની વચ્ચે 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને 1 મેથી રસી આપવામાં આવશે. રસીકરણનો આ ત્રીજો તબક્કો હશે. આ માટે આજ બુધવારથી રજિસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. આ નવી વ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકારે નવી પોલિસી તૈયાર કરી છે. 18થી 45 વર્ષની વચ્ચેના લોકો રજિસ્ટ્રેશન કરાવ્યા વિના રસી નહીં લગાવી શકે. રસી માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. કોરોનાની રસી લેવા માટે રજિસ્ટ્રેશન કઇ રીતે કરવું સહિતની તમામ માહિતી અમે આ અહેવાલ મારફતે જણાવશું.
રસી માટે ક્યારે આવશે તમારો નંબર?
- 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી આપવામાં આવશે
- આ માટે કોવિન વેબ પોર્ટલ દ્વારા રજિસ્ટ્રેશન કરવું પડશે
- આજ બુધવારથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે
- આપ કોવિન પોર્ટસ https://selfregistration.cowin.gov.in/ પર લોગ-ઇન કરીને રજિસ્ટ્રેશન કરી શકો છે
- રજિસ્ટ્રેશનની પ્રોસેસ આજે બુધવારની સાંજે 4 વાગ્યાથી શરૂ થશે
- રજિસ્ટ્રેશન કર્યા બાદ તમને રસીકરણ માટે એક સમય આપવામાં આવશે
શું રજિસ્ટ્રેશન વગર નહીં મળે કોરોનાની રસી?
કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, રજિસ્ટ્રેશન કરાવ્યા વગર કોરોનાની રસી આપવામાં આવશે નહીં, Mygov ટ્વીટર એકાઉન્ટ પર સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ માટેનું રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી થશે અને રસીકરણ માટે સમય આપવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદના વણી ગામમાં રસીકરણ કરવામાં આવ્યું