ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ વેક્સિનેશનની કામગીરીનો આરંભ કરાવ્યા બાદ જ કામકાજ થયું ઠપ્પ

આરંભે શૂરા એ કહેવત કદાચ સાચી સાબિત થતી હોય એમ અમદાવાદમાં ગઈકાલે 20 કેન્દ્રો પરથી એક હજારથી પણ વધારે હેલ્થ વર્કરને વેક્સિન આપવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ એક દિવસ વેક્સિન આપ્યા બાદ રવિવારથી જ આ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. જો કે ETV ભારતે આરોગ્ય વિભાગ અધિકારીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આરોગ્ય વિભાગમાંથી કોઇપણ અધિકારી આ જવાબ આપવા માટે તૈયાર નથી.

આરંભ કરાવ્યા બાદ વેકસીનેશનની કામગીરી ઠપ
આરંભ કરાવ્યા બાદ વેકસીનેશનની કામગીરી ઠપ

By

Published : Jan 18, 2021, 8:12 PM IST

  • પ્રથમ દિવસે વેકસીન આપ્યા બાદ કામગીરી થઈ ઠપ
  • સોફ્ટવેરમાં ખામી હોવાની શક્યતાઓ
  • આગામી સૂચના માટે જોવાઈ રહી છે રાહ

અમદાવાદઃ મહત્વનું છે કે વેક્સિન અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ ગઈકાલથી કામગીરી બંધ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ ગાંધીનગરથી સૂચના ન આવે ત્યાં સુધી કામગીરી બંધ રહેશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

નવી સૂચના મળ્યાં બાદ ફરી શરુ થશે રસીકરણ

નવી સૂચના મળી શકે ત્યારે વેક્સિન અંગેની કામગીરી ફરી શરૂ કરી દેવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાલ 60,000 જેટલા ડોઝ મળ્યાં છે. જેમાંથી પહેલા દિવસે એટલે કે શનિવારે 1100થી વધારે ડોઝ વપરાયા છે. જેથી વેકસીન માટેની કમી નથી. પરંતુ અધિકારીઓને સૂચના પ્રમાણે જ કામગીરી માટેનું સમયપત્રક ગોઠવવામાં આવે છે.

અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના માટેની રસી અંગે માહિતી આપતાં સૉફ્ટવેરની ખામી દૂર થતાં જ ફરી વેક્સીનેશન શરૂ થઈ જશે.

ABOUT THE AUTHOR

...view details