- શનિવારથી શરૂ થયું રાજ્યમાં રસીકરણ
- રસીકરણ કેન્દ્ર પર જોવા મળી યુવાનોની કતાર
- ટેક્નિકલ ખામીના કારણે અટવાયા યુવાનો
ન્યૂઝ ડેસ્ક: શનિવારથી દેશની સાથે રાજ્યમાં 18 થી 45 વય જૂથના લોકો માટે રસીકરણની શરૂઆત કરવામાં આવી. ગુજરાતમાં 10 જિલ્લાઓમાં યુવાનો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં યુવાનો રસી લેવા પહોંચ્યા હતાં. જો કે કેટલીક જગ્યાએ ટેક્નિકલ ખામીની ફરીયાદ ઉઠી હતી જેના કારણે લોકોને હાલકીનો સામનો કરવો પડ્યો હતો.
પોસ્ટર્સ સાથે સુરતમાં રસી લેવા પહોંચ્યા યુવાનો પોસ્ટર્સ સાથે સુરતમાં રસી લેવા પહોંચ્યા યુવાનો
સૌથી પહેલા વાત કરીએ સુરતની તો, છેલ્લા ઘણા સમયથી સુરતમાં કોરોનાના અનેક કેસ સામે આવી રહ્યાં છે. આ વણસતી સ્થિતિ વચ્ચે સુરતના અનેક યુવાનો રસી લેવા માટે શનિવારે વહેલી સવારે રસીકરણ કેન્દ્ર પર પહોંચ્યા હતાં. યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા શાન્તમ સંસ્થાના કોવિડ સેન્ટર પર હાથમાં પેમ્પલેટ લઈને યુવાઓ વેક્સિનેશન લગાવતા જોવા મળ્યા હતા. માત્ર સુરત મહાનગરપાલિકાના સરકારી કોવિડ સેન્ટર્સ પર જ નહીં પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા પણ જ્યાં કોવિડ વેક્સિનેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે ત્યાં આજે યુવાઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. સુરત શહેરના યુવાઓએ જણાવ્યું છે કે, કોવિડને હરાવવા માટે માત્ર વેક્સિનેશન જ હથિયાર છે. જો કે સુરતમાં સંસ્થાઓને ગણતરીના જ ડોઝ આપવામાં આવ્યા હોવાથી ગણતરીના ક્લાકોમાં ડોઝ પુરા થઇ ગયા હતાં.
વધુ વાંચો:વેક્સિન માટે ધરમ ધક્કા: 18 વર્ષથી ઉપરનાને રજિસ્ટ્રેશન બાદ પણ વેક્સિન સેન્ટરમાં પ્રવેશ અપાયો નહીં
અમદાવાદમાં જોવા મળી કતારો
સુરત જેવા જ દ્રશ્યો રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદમાં જોવા મળ્યા હતાં. વહેલી સવારથી યુવાનો રસીની લાઇનમાં જ ઉભા જોવા મળ્યા હતાં. તો અનેક જગ્યાએ સરકારના 45થી વધુની ઉંમરના લોકોને રસી આપવાનું બંધ કરીને માત્ર યુવાનોને રસી અપાતા અરાજકતા સર્જાઇ હતી.
જામનગરમાં ટેક્નિકલ ખામીની ઉઠી ફરીયાદ જામનગરમાં ટેક્નિકલ ખામીની ઉઠી ફરીયાદ
તો આ તરફ જામનગર શહેરમાં જુદા-જુદા 15 જેટલા આરોગ્ય કેન્દ્ર પર આ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. Etv Bharat સાથે વાત કરતાં જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતીષ પટેલે જણાવ્યું કે, જામનગર શહેરમાં વેક્સિન આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મોટી સંખ્યામાં 18થી 45 વર્ષની વયના લોકો રસી લેવા માટે વિવિધ આરોગ્ય કેન્દ્ર પર આવ્યા હતાં. તો જામનગર શહેરમાં ઘણા લોકો હજી પણ રજિસ્ટ્રેશન કરી રહ્યાં છે પણ રજિસ્ટ્રેશન પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાઇ હોવાના કારણે રજિસ્ટ્રેશન થઇ રહ્યું નથી. આથી સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા હતાં અને આરોગ્ય કેન્દ્ર પર જઈ રજૂઆત કરતા જોવા મળ્યા હતાં.
વધુ વાંચો:અમદાવાદમાં 18થી 44 વર્ષના લોકોનું કરાયું વેક્સિનેશન
રાજકોટમાં પણ યુવાનો ઉમટ્યા રસી લેવા માટે
મુખ્યપ્રધાનના શહેર એટલે કે રાજકોટ શહેરમાં પણ શનિવારથી કોરોના વેક્સિન આપવાની શરુઆત કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ 10,000 જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યારે શહેરમાં હાલ 48 સ્થળોએ વેક્સિન આપવામાં આવી હતી છે. જેનો લાભ મોટી સંખ્યામાં યુવાનો લઇ રહ્યાં છે.
ભાવનગરના યુવાનોમાં જોવા મળ્યો થનગનાટ ભાવનગરના યુવાનોમાં જોવા મળ્યો થનગનાટ
ભાવનગરમાં પણ વહેલી સવારથી યુવાનો રસી લેવા માટે રસીકરણ કેન્દ્ર આવેલા જોવા મળ્યા હતાં. શહેરમાં 10 જેટલા સ્થળો પર યુવાનોને રસી આપવામાં આવી હતી. જેમાં યુવાનો સાથે 45 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ પણ રસી માટે આવ્યા હતાં. યુવાનોમાં રસીકરણ અંગે ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પાટનગરમાં લોકોને પડ્યો ધક્કો
રાજધાની ગાંધીનગરમાં પણ રસી લેવા પહોંચેલા અનેક લોકોને ધરમનો ધક્કો પડ્યો હતો. લોકોએ ફરીયાદ કરી હતી કે તેમણે રજીસ્ટ્રેશન કર્યું છે ઓટીપી આવી ગયો છે છતાં તેમને ક્યારે રસી લેવા આવવાનું તે અંગે કોઇ જ માહિતી આપવામાં આવી ન હતી. જેના કારણે અનેક લોકો રસી લેવા પહોંચ્યા હતાં. જેમને રસી આપવાની જગ્યાએ પાછા કાઢવામાં આવ્યા હતાં. જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે ટેક્નિકલ ખામીના કારણે તેમને રસી મળી નહીં અને તેમને હેરાનગતિ ભોગવવી પડી હતી.