અમદાવાદ: ઉત્તરાયણ (Uttarayan 2022 Gujarat)ના તહેવાર દરમિયાન દોરીના કારણે ગળામાંઇજા અને અકસ્માત (Injury due to kite string In Gujarat)ના બનાવો બનતાં હોય છે. રાજ્યમાં દોરીના કારણે ઇજાના 224 જેટલા બનાવો બની ચૂક્યા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 62 લોકો દોરીથી ઈજાગ્રસ્ત (Injury due to kite string In Ahmedabad) થયા છે.
દોરીથી ઇજાગ્રસ્ત થયાના ક્યાં કેટલા બનાવ બન્યા?
રાજકોટમાં 25, વડોદરામાં 26, સુરત (Uttarayan Celebration In Surat)માં 24 લોકો દોરીથી ઘવાયા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 8, આણંદ 6, દાહોદ 5, ખેડા 5, અમરેલી, બનાસકાંઠા, જામનગર, જૂનાગઢ, નવસારી, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 4-4, અરવલ્લી, ભરુચ, ગીર સોમનાથ, મહેસાણા અને પાટણમાં 3-3, કચ્છ અને પોરબંદરમાં 2-2 દોરીથી ઘવાયાના બનાવો બન્યા હતા. છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહિસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ અને વલસાડમાં દોરીથી ઇજાગ્રસ્ત થયાના 1-1 બનાવ બન્યા હતા.
ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર આપવામાં આવી
ભાવનગરમાં દોરીથી ઇજાગ્રસ્ત થયાના 9 બનાવો બન્યા છે. હેવમોર ચોક પાસે એક વૃદ્ધ દોરીથી ઈજાગ્રસ્ત થતા સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા. સિંગરવા નજીક એક યુવકનું દોરીથી ગળું કપાતા શારદાબેન હોસ્પિટલ (shardaben hospital ahmedabad)માં ખસેડાયો હતો. અમદાવાદમાં ચમનપુરા પાસે બાઇક લઈને જતા 32 વર્ષીય વ્યક્તિના ગળામાં દોરી આવતા ઈજાગ્રસ્ત થયા હતા. એરપોર્ટ રોડ તરફ ઈન્દિરાબ્રિજ (indira bridge ahmedabad airport) પાસે પણ બાઇક લઈને જતાં 50 વર્ષીય વ્યક્તિને ગળામાં ઇજાઓ થઇ છે. સુભાષબ્રિજ કેશવનગરમાં રસ્તા પર ચાલતા જતા 76 વર્ષીય મહિલાના ગળામાં દોરી આવી જતાં ઇજા થઇ હતી. અમદાવાદમાં જ 62 બનાવો સામે આવ્યાં છે. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર આપવામાં આવી હતી.