ગુજરાત

gujarat

ETV Bharat / city

GSEB HSC Result 2022 : સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીએ મેળવ્યું જોરદાર પરિણામ, જાણો સક્સેસ સ્ટોરી - Std 12 Science Result

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજ વિજ્ઞાન પ્રવાહ પરિણામ (GSEB HSC Result 2022) જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના અનેક જગ્યા ક્યાંક ખુશી તો ક્યાંક (Ahmedabad Std 12 Science Result) નિરાશા જોવા મળી રહી છે. જ્યારે અમદાવાદના વિદ્યાર્થીઓ કેટલા અંશે ફતેહ થયા છે જૂઓ...

GSEB HSC Result 2022 : સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીએ મેળવ્યું જોરદાર પરિણામ, જાણો સક્સેસ સ્ટોરી
GSEB HSC Result 2022 : સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીએ મેળવ્યું જોરદાર પરિણામ, જાણો સક્સેસ સ્ટોરી

By

Published : May 12, 2022, 4:53 PM IST

અમદાવાદ : ગુજરાતમાં આજે 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ જાહેર (Std 12 Science Result) કરવામાં આવ્યું છે. આ વર્ષે 72.02 ટકા પરિણામ આવ્યું છે. જેમાં A1 ગ્રેડમાં 196 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં 3306 વિદ્યાર્થી (Highest Result of Ahmedabad) પાસ થયા છે. આ પરિણામ ક્યાંકને ક્યાંક ઓનલાઈન (GSEB HSC Result 2022)શિક્ષણથી નુકશાન થયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં સાયન્સ પરિણામને લઈને મૂંઝવણ

મિત્રો વચ્ચે સ્પર્ધા રાખી મહેનત કરી - વિદ્યાર્થી જયેશએ જણાવ્યું કે, મે ધોરણ 12 સાયન્સમાં 88 ટકા મેળવ્યા છે. આ પરિણામથી અમે (Ahmedabad Std 12 Science Result) ખુશ છીએ. તૈયારીની વાત કરવામાં આવે તો અમે મિત્રો સાથે મળીને કોણ વધારે માર્ક્સ લાવે છે તેવી સ્પર્ધા કરતા હતા. જેને લઈને આ સ્પર્ધાને કારણે જ આટલું સારું પરિણામ લાવી શક્યા છીએ. વધુમાં જણાવ્યું હતું કે કોરોના કારણે અમારે ક્યાંકને ક્યાંક અભ્યાસમાં નુકસાન થઈ રહ્યું હતું. શાળામાં ઓનલાઇન અભ્યાસ કરવામાં આવતો હતો. જેના કારણે અમે ઘરે રહીને યોગ્ય પ્લાનિંગ કરીને દરરોજ 5-7 કલાક મહેનત કરી આજે આ પરિણામ મેળવ્યું છે.

આ પણ વાંચો -બનાસકાંઠાનો વિદ્યાર્થી રિઝલ્ટ જોઈને ખુશ નહીં પણ નિરાશ થયો, કારણ જાણીને તમે પણ કહેશો ઓ બાપ રે...

પરિશ્રમ વગર પારસમણી ન મળે -વિદ્યાર્થી મેશ્વાએ જણાવ્યું હતું કે, સરે જે મહેનત કરાવી અને તે જ પ્રમાણે અમે મહેનત કરી. જેના કારણે આટલું સારું પરિણામ લાવી શક્યા છીએ. સાથે સાથે લગભગ 2 વર્ષ સુધી સોશિયલ મીડિયાથી દૂર રહ્યા હતા. જેના કારણે આજે 12 સાયન્સમાં 82 ટકા લાવી શકી છું. વધુમાં જણાવ્યું હતું કે, અંતિમ સમયે ઑફલાઈને શિક્ષણની શરૂઆત (Ahmedabad Most Science Results Student) કરી તે ફાયદો થયો પણ સાથે સાથે ચોક્કસ પ્લાન પ્રમાણે તૈયારી કરી હતી. જેમાં સવારે 4 વાગે ઉઠીને વાંચવાનું, સ્કૂલ, ટ્યુશન અભ્યાસમાંથી સમય કાઢીને ટેબલ ટેનિસ પણ રમતી હતી. સાથે શરીરને યોગ્ય આરામ આપવા માટે 8 કલાકની ઊંઘ પણ આપતી. ત્યારે યોગ્ય પ્લાનિંગથી પરિણામ લાવી શકી છું.

આ પણ વાંચો-ધોરણ 12 સાયન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, સૌથી વધુ 85 ટકા પરિણામ રાજકોટ જિલ્લાનું

"12 સાયન્સનું પરિણામ ખરાબ" - શિક્ષક હિતેશભાઈએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ પર વિદ્યાર્થીઓ ધ્યાન આપી શક્યા ન હતા. સાથે સાથે CBSC અને ISC બોર્ડની જેમ બે વખત પરીક્ષા લેવાનું નક્કી કર્યું હોત તો આનાથી વધુ સારું પરિણામ (Std 12 Science Result 2022) આપણે જોઈ શક્યા હોત. 11 સાયન્સ અને 12 સાયન્સમાં દરેક વિષયમાં બહુ મોટો તફાવત જોવા મળે છે. ખાસ કરીને 11 સાયન્સમાં ઓનલાઇન શિક્ષણ ચાલ્યું હતું. સાથે સાથે માસ પ્રમોશન પણ આપવામાં આવ્યું. જેના કારણે વિદ્યાર્થી સાયન્સના વિષયોને સારી રીતે સમજી શક્યા નહી. આ ઉપરાંત બે વર્ષ કોરોનાના કારણે લખવાની પ્રેક્ટિસ છૂટી જવાથી પરિણામ ખરાબ જોવા મળી આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details