સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર મુલાકાતે આવશે. તે દિવસે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજરી આપશે. આ સાથે જ વિદેશના અન્ય દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ ગુજરાતમાં હાજર રહેશે અને મહાત્મા મંદિર ખાતે યુવા પરિષદમાં હાજરી આપશે..
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની કરશે મુલાકાત, મોટેરા સ્ટેડિયમનું કરશે લોકાર્પણ
અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનામાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. જોકે આ મુલાકાત દુનિયાભરનું ધ્યાન ખેંચનાર બની રહેશે. કારણ એ છે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગુજરાતની મુલાકાતે આવે તેવી પ્રબળ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યુનાઇટેડ નેશનના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. સાથે જ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું પણ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વિશ્વના મોટા કદના નેતાઓ ગુજરાતની મુલાકાતે હોય ત્યારે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ જાય છે ત્યારે પોલીસ સુરક્ષાની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરના તમામ રસ્તા ઉપર ચોવીસ કલાક પોલિસ પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. આ સાથે જ અમુક વિસ્તારને આઈડેન્ટિફાઈડ કરીને તેમાં પોલીસનો ખાસ બંદોબસ્ત રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આવે છે ત્યારે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવે છે, પરંતુ આ વખતે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ 2018 સહિત અન્ય દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ડેલિગેશન આવવાના કારણે વધુ પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવશે. ગાંધીનગર અને અમદાવાદ હાઇવે ઉપર પણ પોલીસનો ખાસ બંદોબસ્ત અને તમામ ચાર રસ્તા ઉપર પોઈન્ટ મુકવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે કરવાનું આયોજન ગુજરાત ક્રિકેટ એસોસિએશન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે..