- રૂપિયા 5855 કરોડની માતબર રકમના લોકાર્પણ, ખાતામુહૂર્ત અને સહાય વિતરણ
- રાજ્યની મહાનગરપાલિકામાં તેમજ 32 જિલ્લામાં એક એમ કુલ 40 જેટલા કાર્યક્રમો યોજાશે
- ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી-2021ની જાહેરાત સાથે 528 ચાર્જિંગ સ્ટેશનોની ઇન્ફાસ્ટ્રકચર સુવિધા ઉપલબ્ધ
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી 'પાંચ વર્ષ આપણી સરકારના, ’પાંચ વર્ષ સૌના સાથથી સૌના વિકાસના' ના વિષય આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે અમદાવાદ ખાતે શહેરી જન સુખાકારી દીનની ઉજવણી કરવામાં આવશે. જેમાં માળખાકીય સુવિધાઓ, સુંદર-પહોળા રસ્તા, પ્રદુષણમુક્ત ઈ-વાહનોનો પ્રારંભ, ગગનચુંબી ઇમારતો, અનેકવિધ ઓવરબ્રીઝ-અંડરપાસ, દરિયાઈ માર્ગોથી શહેરોને જોડીને સમય-ઇંધણની બચત સહિતના સંખ્યાબંધ જનસુખાકારીના કાર્યો આ સરકારે અસરકારકતાથી કર્યા છે.
આ પણ વાંચો-ડોક્ટર્સની હડતાળ ગેરમાન્ય, માંગ ખોટી છે : મુખ્યપ્રધાન રૂપાણી
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂપિયા 1000 કરોડના ચેકનું વિતરણ
આજે ‘શહેરી જન સુખાકારી દિન’ નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમમાં રૂપિયા 5,855 કરોડની માતબર રકમના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને સહાય વિતરણ થશે. શહેરી જન સુખાકારીની વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટે રાજયની 8 મહાનગર પાલિકાઓ અને 156 નગરપાલિકાઓને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂપિયા 1000 કરોડના ચેકનું વિતરણ કરાશે.
ક્યાં કાર્યક્રમો યોજાશે
- ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તેમજ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન દ્વારા રૂપિયા 1,833 કરોડના 551 કામોના લોકાર્પણ અને ખાતમૂર્હૂત થશે
- વર્લ્ડ બેન્ક દ્વારા અમદાવાદને રૂપિયા 3 હજાર કરોડના રકમની સૈદ્ધાંતિક મંજુરી અપાશે
- એશિયન ડેવલોપમેન્ટ બેન્ક દ્વારા રાજકોટના વોટર સપ્લાય પ્રોજેક્ટને રૂપિયા 328 કરોડની ગ્રાન્ટ અપાશે
- ''રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર'' દ્વારા સુએઝ ટ્રીટમેન્ટપ્લાન્ટ દ્વારા 2600 એમએલડી પાણીનો પુનઃ ઉપયોગ શક્ય બનશે
- પ્રદૂષિત પાણીને રાસાયણિક પ્રક્રિયા દ્વારા પુન:ઉપયોગી બનાવીને ઉદ્યોગોને પૂરૂ પાડવાનો નવતર અભિગમ પણ અમલમાં મુકવામાં આવ્યો છે
- રાજ્યના દરેક નગર-નિગમ અને 150થી વધુ નગરપાલિકાઓમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે
ઇલેકટ્રીક વાહનોની સુવિધાઓ
પર્યાવરણ પ્રતિ જાગૃત અભિગમ અંતર્ગત ''ઈ-વ્હીકલ''માટે વર્ષ 2010-11માં ક્લાઈમેટ ચેન્જ વિભાગનું બજેટ રૂપિયા 101 કરોડ હતું, જે વર્ષ 2021-22 માં રૂપિયા 910 કરોડ પર પહોંચ્યું છે. ધોરણ-9થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન ખરીદવા માટે રૂપિયા 12,000ની સહાય આપવામાં આવી છે. ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી-2021ની જાહેરાત કરવાની સાથે રાજયમાં 528 ચાર્જિંગ સ્ટેશનોની ઇન્ફાસ્ટ્રકચર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
રૂપિયા 10,000 વાહનોને સબસિડી સહાય આપવાનો લક્ષ્યાંક છે
ઈ-રીક્ષાની ખરીદી કરવા માટે રૂપિયા 50,000 રૂપિયાની સબસિડી સીધી લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત રૂપિયા 10,000 વાહનોને સબસિડી સહાય આપવાનો લક્ષ્યાંક છે. વ્યક્તિગત રીક્ષા ચાલક, મહિલા સાહસિક, યુવા સ્ટાર્ટઅપ સાહસિક, શિક્ષિત બેરોજગાર, વંચિતો, સહકારી મંડળીઓ, દિવ્યાંગ, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓને બેટરી આધારિત ત્રિ-ચક્રીવાહન યોજના માટે પ્રાથમિકતા આપવામાં આવી છે.
પીરાણા બાયો-માઈનિંગનો અભિનવ પ્રોજેક્ટ
અમદાવાદ સ્થિત પીરાણા બાયો-માઈનિંગનો અભિનવ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજે 1 કરોડ મેટ્રીક ટનથી વધારે મોટો કચરાનો ઢગલો દૂર કરવા સાયન્ટીફીક એપ્રોચ અપનાવવામાં આવ્યો છે. પ્લાસ્ટિક અને કાપડ વેસ્ટ, ઈનરસેમી કમ્પોસ્ટ અને માટી-રોડાના મટીરીયલને વિભાજીત કરી શકે એવા આધુનિક મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે.
300 મેટ્રીક ટન કેપેસિટીના 30થી વધુ ટ્રોમેલ મશીનો અને 1000 મેટ્રીક ટન કેપેસિટીનું 1 મશીન કાર્યરત છે
બાયો-માઈનિંગ પ્રોસેસથી હવાની ગુણવત્તામાં મોટા પ્રમાણમાં સુધારો જોવા મળ્યો છે. 300 મેટ્રીક ટન કેપેસિટીના 30થી વધુ ટ્રોમેલ મશીનો અને 1000 મેટ્રીક ટન કેપેસિટીનું 1 મશીન કાર્યરત છે. અત્યાર સુધીમાં 24 લાખ મેટ્રીક ટન જેટલો કચરો દૂર કરી 13 એકર જેટલી જમીન ખુલ્લી કરી દેવામાં આવી છે. પીરાણા ડમ્પસાઈટ લીગાસી વેસ્ટ પ્રોસેસીંગથી બાયો-માઈનિંગની આ કામગીરી ભારતભરમાં એક મોડલ તરીકે સ્વીકારવામાં આવી છે.