અમદાવાદ- ગુજરાતમાં સ્માર્ટ સિટી અને ગુડ ગવર્નન્સની પરિપાટીએ ગુજરાતના નગરો અને શહેરોનો વિકાસ દેશ માટે રોલ મોડલ ()બન્યો છે. લોકભાગીદારી સાથે ટાઉનપ્લાનીંગ અને અર્બન ડેવલેપમેન્ટ જમીન ઉપયોગના આયોજનના ગુજરાત મોડલની (Role model examples in Gujarat)પ્રશંસા સમગ્ર દેશમાં થઇ છે. તેમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા આ (Urban Development National Conclave )કોન્કલેવમાં જણાવ્યું હતું. આ કોન્કલેવ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના (Ahmedabad Municipal Corporation) નેજામાં યોજાયો છે.
પડકારોને તકોમાં પરિવર્તિત કરવાની શૈલી - દેશને 5 ટ્રીલીયન ઇકોનોમી બનાવવા વડાપ્રધાન મોદીના આહવાનને સિદ્ધ કરવા શહેરી ઇકોનોમીનો વિકાસ અતિઆવશ્યક ગણાવવા સાથે સીએમે કહ્યું કે પીએમ મોદીએ પડકારોને તકોમાં પરિવર્તિત કરવાની શૈલી વિકસાવી છે. તેમણે 20 વર્ષ પહેલા ગુજરાતના શાસનની ધૂરા સંભાળી ત્યારે શહેરોની સુવિધાઓ મર્યાદિત હતી. અથાગ પરિશ્રમ અને દૂરંદેશીતાના પરિણામે આજે સ્માર્ટ સિટી અને ગુડ ગવર્નન્સની પરિપાટીએ ગુજરાતના નગરો અને શહેરોનો વિકાસ દેશ માટે રોલ મોડલ (Role model examples in Gujarat)બન્યો છે. પરિણામે વર્લ્ડ ક્લાસ સ્માર્ટ અને સસ્ટેનેબલ સિટીનો એક નવો યુગ શરૂ થયો છે. વિશ્વ ફાસ્ટટ્રેક વિકાસની ગતિ તરફ આગળ વધી રહ્યું છે અને નાગરિક કેન્દ્રી સુવિધા અને ઓનલાઇન સુવિધાઓના સમન્વયથી આજે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે.
આ પણ વાંચોઃ Semiconductor Industries in Gujarat : ધોલેરા સરને સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝનું નેશનલ હબ બનાવવાનો પ્લાન તૈયાર
ઈઝ ઓફ લિવિંગ -આ દિશામાં થયેલા કાર્યોમાં સ્માર્ટ ક્લાસરૂમથી સ્માર્ટ આંગણવાડી ,સ્માર્ટ પાર્કિગથી સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ , સ્માર્ટ ડ્રેનેજથી સ્માર્ટ વોટર મેનેજમેન્ટ અને સ્માર્ટ ચાર્જીંગથી સ્માર્ટ ઇલેક્ટ્રીક બસ જેવા અસંખ્ય પ્રયાસો સામાન્ય માનવીના જીવન પર સકારાત્મક અસર (Urban Wellness ) વર્તાઇ રહી છે અને ઇઝ ઓફ લિવિંગ (Ease of Living in Cities) સરળ બની રહ્યું છે તેવો ભાવ મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો હતો. દેશમાં છેલ્લા કેટલાય દાયકાથી ગ્રામ્ય ક્ષેત્રોમાં મર્યાદિત આવક, ઔદ્યોગિકરણ,આંતરમાળખાકીય સવલતો, શિક્ષણ અને સ્વાસ્થ્યની મર્યાદિત સવલતોના પરિણામે શહેરીકરણ વધ્યું છે. જે કારણોસર શહેરી વિકાસ મહત્વની બાબત બની રહી છે. ગુજરાતે આ પરિસ્થિતિને પારખીને શહેરી વિકાસને હંમેશા મહત્વ આપ્યું છે.
ક્લીન અને ગ્રીન સિટી અભિગમ -કેન્દ્ર સરકાર દ્વારા પણ અમદાવાદ, સુરત , વડોદરા, દાહોદ સહિતના 6 શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં પણ અમદાવાદ અને વડોદરા ઇઝ ઓફ લિવિંગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન આંકમાં ટોપ-10 માં સ્થાન (Urban Wellness ) ધરાવે છે. ગુજરાત સરકાર દ્વારા ટી.પી. સ્કીમમાં ફાળવેલી જમીનમાંથી 5 ટકા જમીન વિસ્તાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકો માટે આવાસો બનાવવા માટે ફાળવવામાં આવે છે. તદ્ઉપરાંત ક્લીન અને ગ્રીન સિટી (Clean and Green City approach) બનાવવા માટે અર્બન ફોરેસ્ટનો અભિગમ અપનાવ્યો છે.