- કોરોના કાળ વચ્ચે UPSCની પરીક્ષા યોજાઈ
- UPSCની પરીક્ષા ઓફલાઇન પરીક્ષા યોજાઈ
- સવારે 10થી 12.30 અને બપોરે 2થી 4.30 કલાક સુધી એમ બે તબક્કામાં લેવાઇ પરીક્ષા
- આર્મી, નૌકાદળ અને વાયુસેનામાં NDA ભરતી હેઠળ 400 જગ્યા માટે પરીક્ષા યોજાઈ
- કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે પરીક્ષા યોજાઈ
અમદાવાદ : હાલ શહેરના 12 જેટલા સેન્ટર્સ પર UPSCની પરીક્ષા યોજવામાં આવી હતી, ત્યારે પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવી હતી, જેમાં સવારે 10થી 12.30 કલાકે સુધી અને બપોરે 2 કલાકથી 04:30 કલાકે સુધી પરીક્ષા યોજાઇ હતી. આ ઉપરાંત આર્મી નૌકાદળ અને વાયુસેનામાં UPSC NDAની ભરતી હેઠળ 400 જગ્યા માટે આ પરીક્ષા લેવામાં આવી હતી, ત્યારે પરીક્ષા કેન્દ્રો પર પણ કોરોના ગાઇડલાઇનનું પાલન થતું જોવા મળ્યું હતું.
આ પણ વાંચો -કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં UPSCની પરીક્ષા યોજાઈ
પરીક્ષા કેન્દ્રો પર કોરોના ગાઇડલાઇનનું પાલન થતું જોવા મળ્યું
ચાલુ વર્ષે કોરોનાના કારણે વિદ્યાર્થીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓ નડી હતી, ત્યારે આ વર્ષે ઓનલાઇન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓ પૂરતી તૈયારીઓ કરી શક્યા નથી. જ્યારે આ વર્ષે કોચિંગ ક્લાસ પણ બંધ હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં માઠી અસર પડી છે, ત્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અમારું વર્ષના બગડે અને UPSC પરીક્ષા આપવા માટેની ઉંમર ન જતી રહે, તે માટે આ પરીક્ષા સરકાર દ્વારા કોરોના કાળ વચ્ચે પણ યોજી છે તે મહત્વનું છે.