અમદાવાદ: ગુજરાત સ્ટેટ બેંક રામોલમાં મેનેજરે ફરિયાદ નોંધાવી છે કે, 25 મેના વહેલી સવારે તેમની બેંકના ATMનું એલાર્મ વાગ્યું હતું. જ્યાં જઈને તપાસ કરતાં જોયું તો ATMના ફાઈબરનો દરવાજો તૂટી ગયો હતો અને લોખંડનો દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ સીસીટીવી રૂમમાં જઈને સીસીટીવી તપાસ કરતાં જોયું તો બે ઇસમ ATM મશીનનો દરવાજો તોડવાનો પ્રયત્ન કરતાં નજરે પડ્યાં હતાં. જે બાદ એલાર્મ વાગતાં બંને ત્યાંથી નાસી ગયાં હતાં. ATM મશીનમાં તોડફોડ કરતાં 1 લાખનું નુકસાન થયું છે જે મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી
રામોલમાં ATM મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ, સીસીટીવીમાં તસ્કરો કેદ - CCTV
અમદાવાદ શહેરમાં લૉકડાઉનમાં ચોરીના અનેક બનાવ સામે આવ્યાં છે. ત્યારે હવે બેંક અને ATM મશીન પણ તસ્કરોના નિશાન પર છે. રામોલમાં તસ્કરોએ ATM મશીન ખોલીને ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયાં હતાં.
રામોલમાં ATM મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ, સીસીટીવીમાં તસ્કરો કેદ
રામોલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. બંને તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે.