અમદાવાદઃ કહેવાય છે કે જરૂરિયાત જ શોધની જનની રહી હોય છે. અત્યારે જ્યારે કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. ત્યારે હાથને જંતુમુક્ત રાખવા ખૂબ જ જરૂરી છે.
અમદાવાદઃ રેલવેકર્મીઓ દ્વારા બનાવાયું અનોખું વોશ બેસિન - અમદાવાદ રેલવેમંડળ
કોરોના સંકટને ટાળવા સંપર્ક ટાળવાનો છે ત્યારે ફળદ્રુપ દિમાગના લોકો દ્વારા અવનવા ઉપકરણો બનાવવામાં આવી રહ્યાં છે. આ વિડીયોમાં જૂઓ કે અમદાવાદ રેલવેમંડળના કર્મચારીઓએ કેવું અનટચ્ડ રહેતું વોશ બેસિન બનાવ્યું છે.
અમદાવાદઃ રેલવેકર્મીઓ દ્વારા બનાવાયું અનોખું વોશ બેસિન
અમદાવાદના કાંકરિયા, સાબરમતી અને ગાંધીધામના રેલવે કર્મચારીઓએ ભેગા મળીને એક મિકેનિકલ વોશ બેસિન બનાવ્યુ છે. જેમાં તમે પગના ઇશારા વડે જ કોઈપણ જગ્યાએ હાથ લગાવ્યાં વગર પોતાના હાથ ધોઈ શકો છો.
આ નવતર વોશ બેસિનમાં હેન્ડવોશ માટેનું લિકવિડ ઓટોમેટિક હાથમાં આવી જાય છે અને પાણીનો નળ પણ ચાલુ થઈ જાય છે. જેથી રેલવેકર્મીઓઓ પોતાના હાથને જંતુમુક્ત રાખી શકે છે. ભવિષ્યમાં પણ આ ઉપકરણ ખૂબ જ ઉપયોગી થાય તેવી સંભાવનાઓ રહેલી છે.