- રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવની ગુજરાત મુલાકાત
- પ્રધાને રેલ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું
- મહારાષ્ટ્ર અને રાજસ્થાનના રેલ પ્રોજેક્ટનું પણ કર્યું નિરીક્ષણ
અમદાવાદ : ભારત સરકારના રેલ, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે( Railway Minister Ashwini Vaishnav) રાજસ્થાન અને ગુજરાતમાં રેલવે ટ્રેક અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (Dedicated Freight Corridor) તથા રેલવેના ચાલી રહેલા વિવિધ કાર્યો અને પ્રોજેક્ટ્સ(Railway projects)નું વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું.
રેલ પ્રધાનની ફાલનાથી વાપી સુધી ટ્રેનમાં મુસાફરી
અમદાવાદ રેલ પ્રવક્તા જે.કે. જયંતે જાણકારી આપતા કહ્યું કે, રેલ પ્રધાને ફાલનાથી વાપી સુધી મુસાફરી કરી હતી. રસ્તામાં તેમણે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ચાલી રહેલા કાર્યો અને અજમેર, અમદાવાદ, વડોદરા અને મુંબઈ સેન્ટ્રલ મંડળોમાં ચાલી રહેલા રેલવેના વિકાસ કાર્યો/પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું.
ગુજરાતમાં પાલનપુરથી વાપી રૂટની સમીક્ષા