ગુજરાત

gujarat

ETV Bharat / city

Union Rail Minister in Ahmedabad: કેન્દ્રિય રેલવે પ્રધાને અમદાવાદ સ્ટેશનથી દાહોદ સુધી નિરિક્ષણ કર્યું - વન સ્ટેશન વન પ્રોડક્ટ

કેન્દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રિય રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોશે (Union Rail Minister in Ahmedabad) બુધવારે અમદાવાદ સ્ટેશનનું નિરીક્ષણ (Inspection from Ahmedabad station to Dahod) કર્યું હતું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં 20,000 કરોડ રૂપિયાના ખર્ચે રેલવેના ઈલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનના નિર્માણ કરતા યુનિટનું પ્રતિષ્ઠાન કર્યું હતું. આ કાર્યક્રમમાં બંને કેન્દ્રિય પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા.

Union Rail Minister in Ahmedabad: કેન્દ્રિય રેલવે પ્રધાને અમદાવાદ સ્ટેશનથી દાહોદ સુધી નિરિક્ષણ કર્યું
Union Rail Minister in Ahmedabad: કેન્દ્રિય રેલવે પ્રધાને અમદાવાદ સ્ટેશનથી દાહોદ સુધી નિરિક્ષણ કર્યું

By

Published : Apr 21, 2022, 9:01 AM IST

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi in Dahod) દ્વારા દાહોદમાં 20 હજાર કરોડના ખર્ચે રેલવેના ઇલેટ્રિક લોકોમોટિવ એન્જીનના નિર્માણ કરતા યુનિટનું પ્રતિષ્ઠાન (Establishment of Railway Electric Locomotive Engine Unit at Dahod) કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવા ગુજરાત આવેલા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને રેલ્વે રાજ્ય પ્રધાન દર્શના જરદોશ (Union Rail Minister in Ahmedabad) દ્વારા અમદાવાદ સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રિય રેલવે પ્રધાને રેલવે અધિકારીઓ સાથે કરી ચર્ચા

આ પણ વાંચો-Vistadom Coach in Shatabdi Express : વિસ્ટાડોમ કોચ સુવિધાયુક્ત ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ-શતાબ્દિ એક્સપ્રેસ શરૂ

કેન્દ્રિય રેલવે પ્રધાને રેલવે અધિકારીઓ સાથે કરી ચર્ચા-પશ્ચિમ રેલવેના દાહોદ વર્કશોપમાં (PM Modi in Dahod) વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજરી આપવા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને રેલ્વે રાજ્ય પ્રધાન દર્શના જરદોશ આવ્યાં હતાં. અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસ અંગે તેમણે રેલવે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા (Ashwini Vaishnav visits Ahmedabad Railway Station ) કરી હતી. ઐતિહાસિક વારસાના ટાવરની જાળવણી તેમ જ રેલવે સ્ટેશન અને ટ્રોલીઓને શ્રેષ્ઠ દેખાવ આપવા NID દ્વારા કરાયેલા પ્રેઝન્ટેશનનું નિરીક્ષણ (Inspection from Ahmedabad station to Dahod) કર્યું હતું.

વન સ્ટેશન વન પ્રોડક્ટને પ્રોત્સાહન

આ પણ વાંચો-Bhanvad Porbandar Train : ભાણવડ-પોરબંદર વચ્ચે બે અનારક્ષિત દૈનિક યાત્રીક ટ્રેન દોડાવવામાં આવશે, જુઓ કયારે...

વન સ્ટેશન વન પ્રોડક્ટને પ્રોત્સાહન -આ અંગે માહિતી આપતા વિભાગીય રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દિલ્હીથી દાહોદના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રેલ્વે પ્રધાન અને રેલવે રાજ્ય પ્રધાને અમદાવાદ સ્ટેશનનું નિરીક્ષણ (Inspection from Ahmedabad station to Dahod) કર્યું હતું. સાથે જ પ્રવાસીઓ સાથે ચર્ચા કરી હતી. સ્ટેશનના પુનઃવિકાસ માટે રેલવે અધિકારીઓને કહ્યું હતું કે, 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' (One station one product) અંતર્ગત ભારતમાં સ્વદેશી અને હસ્ત કળાના વેચાણને પ્રોત્સાહિત કરી શકાય છે. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details