- કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ આપ્યું ચોંકાવનારુ નિવેદન
- આગામી લોકસભામાં BJP 350થી 400 સીટો પર જીતશે: આઠવલે
- પાટીદારોને OBCમાં સામેલ ન કરી શકાય
અમદાવાદ- કેન્દ્રીય પ્રધાન અને રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડીયાના પ્રમુખ રામદાસ આઠવલે હાલ ગુજરાતની મુલાકાતે આવેલા છે. બે અલગ-અલગ કાર્યક્રમો હેઠળ અમદાવાદ આવેલા રામદાસ આઠવલેએ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું કે, આગામી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇ મહત્વનું નિવેદન આપ્યું છે. રામદાસ આઠવલેએ જણાવ્યું કે, 2024માં ભાજપ 350થી 400 બેઠકો પર જીતશે અને મોદી સરકારના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે.
નીતિન પટેલે આપેલા હિન્દુત્વના નિવેદન પર રામદાસ આઠવલેએ આપ્યું સમર્થન
થોડા દિવસો અગાઉ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હિન્દુત્વને લઈ ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. જેમાં DYCMએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હિંદુઓની સંખ્યા ઓછી થઈ જશે તો કાયદો, બંધારણ કશું રહેશે નહીં. જેને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ સમર્થન આપ્યું હતું. રામદાસ આઠવલેએ જણાવ્યું કે, નીતિન પટેલે આપેલા નિવેદનને હું સમર્થન આપું છું, હિન્દુત્વની સંખ્યા ઓછી થશે તો ચોક્કસ બંધારણ પર ખતરો આવી જાય તેમ છે, પરંતુ હાલ હિન્દુત્વની બહુમતી ખુબજ છે. હાલના સંજોગોમાં આવી કોઈ શક્યતા રહેલી નથી.