ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર GTUની મુલાકાત લીધી જણાવ્યું કે આગામી 10 વર્ષમાં ભારત કેવું હશે? - ડિજિટલાઇઝેશન અને ડિજિટલ ટેક્નોલોજી

અમદાવાદમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં(Gujarat technology University) સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટર પ્રીનીયર્સ તથા આઇટી વિભાગના પ્રધાન રાજીવ ચંદ્રશેખર મુલાકાતે હતા. આ દરમિયાન સ્ટાર્ટઅપ ઇનોવેશન સાથે સંકળાયેલા(Students involved in startup innovation) વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો.

કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર GTUની મુલાકાત લીધી જણાવ્યું કે આગામી 10 વર્ષમાં ભારત કેવું હશે?
કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર GTUની મુલાકાત લીધી જણાવ્યું કે આગામી 10 વર્ષમાં ભારત કેવું હશે?

By

Published : May 21, 2022, 10:58 PM IST

અમદાવાદ:ભારત સરકારના સ્કિલ ડેવલોપમેન્ટ એન્ટરપ્રેનેઉર્સ(Skill Development Entrepreneurs) તથા આઇટી વિભાગના પ્રધાન રાજીવ ચંદ્રશેખર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં(Gujarat technology University) ઇનોવેશન એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટરની મુલાકાત(Union Minister Rajiv Chandrasekhar visited GTU) લીધી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા અવનવા ઇનોવેશન કરાયા છે જેની તેઓ જાણકારી મેળવી હતી. આ ઉપરાંત સ્ટાર્ટઅપ ઇનોવેશન સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો.

આગામી 10 વર્ષમાં ભારત કેવું હશે, તેવી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી આ ઉપરાંત સ્ટાર્ટઅપ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે વિદ્યાર્થીઓને અનેક રીતે માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચો:World class startups in Gandhinagar: આઇ-ક્રિયેટ અને CSIR વચ્ચે ગાંધીનગરમાં MOU થયા, વિશ્વકક્ષાએ સ્ટાર્ટઅપમાં નિર્માણ થશે

દરેક સ્ટાર્ટઅપ્સને તમામ પ્રકારની તક મળે એ માટે આયોજન કરવામાં આવ્યું -જ્યારે વિદ્યાર્થીઓના ઉત્સાહને તેમજ તેમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે રાજીવ ચંદ્રશેખર દ્વારા ઇન્ફોર્મેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. આ સમયે તેઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, દેશના દરેક સ્ટાર્ટઅપ્સને તમામ પ્રકારની તક મળે એ માટે આયોજન કરવામાં આવશે. GTU છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં સૌથી ઝડપી ગ્રોથ કરી રહ્યું છે. આ દરમિયાન ઇનોવેશનમાં લીડરશીપમાં ભારત આગળ રહેશે.

આ પણ વાંચો: CMનિવાસસ્થાને યોજાયો સ્ટાર્ટઅપ્સથી સક્સેસ સંવાદ-નિર્દેશન કાર્યક્રમ, યુવા સ્ટાર્ટઅપ્સની શોધોનું થયું ડેમોન્સ્ટ્રેશન

આગામી 10 વર્ષમાં ભારત કેવું હશે? - નરેન્દ્ર મોદીનું વિઝન છે કે, આગામી 10 વર્ષમાં ડિજિટલાઇઝેશન અને ડિજિટલ ટેક્નોલોજીનું(Digitization and digital technology) વાતાવરણ ઊભું કરવામાં આવે, જેથી નવા સ્ટાર્ટઅપ્સ દેશની આ તકને સમજી શકે. છેલ્લા 2થી 3 વર્ષોમાં દેશમાં નવીનતાને વેગ મળ્યો છે. જેમાં તમે જાણો છો કે દેશમાં 100 યુનિકોર્ન છે. આ સ્ટાર્ટઅપ્સમાં જે જુસ્સો અને ઉર્જા જોવા મળે છે. તેથી કહી શકાય કે, આવનારા સમયમાં દરેક વિભાગમાં નવી નવી શોધો થશે અને મિડટેક, બાયોટેક તેમજ તમામ સર્જનાત્મક વિચારો અહીં આવતા જોયા છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે આગામી 10 વર્ષમાં ભારત કેવું હશે, તેવી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી આ ઉપરાંત સ્ટાર્ટઅપ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે વિદ્યાર્થીઓને અનેક રીતે માર્ગદર્શન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details