- કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે ગુજરાત
- વતનમાં મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં રહેશે ઉપસ્થિત
- નવરાત્રીના બીજા દિવસે આવ્યા હતા ગુજરાત
અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) નવરાત્રીના બીજા દિવસે ગુજરાતની મુલાકાત લીધી હતી. તો હવે તેઓ આગામી 19મી અને 20મી ઑક્ટોબરે ફરી એકવાર ગુજરાત આવશે.
ગ્રામજનો દ્વારા આપવામાં આવ્યું આમંત્રણ
ઉલ્લેખનીય છે કે ગૃહપ્રધાન અમિત શાહના વતન માણસામાં મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ (Pranapratishtha Mahotsav of the temple)માં ઉપસ્થિત રહેવા માટે ગ્રામજનો દ્વારા તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેથી તેઓ પોતાના પરિવાર સાથે આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ સાથે જ તેમણે પોતાના લોકસભા મત વિસ્તાર (Lok Sabha constituency)ના નાગરિકો તેમજ ગુજરાત અને દેશના લોકોને દશેરા તેમજ દુર્ગાપૂજાની શુભકામનાઓ પાઠવી હતી.
31 ઑક્ટોબરે કેવડિયા આવશે અમિત શાહ