- અમદાવાદમાં રથયાત્રા 12 જુલાઈએ યોજાશે
- અમિત શાહ રથયાત્રા ( jagannath rath yatra 2021 ) પહેલા કરશે મંગળા આરતી
- મુખ્યપ્રધાન રૂપાણી અને નીતીન પટેલ કરશે પહિંદ વિધિ
ગાંધીનગર : કોરોનાકાળમાં અમદાવાદમાં વર્ષોથી યોજાતી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાને મંજુરી આપવી કે નહીં તેના પર છેલ્લા ઘણા દિવસોથી સરકારની કામગીરીમાં ગતી આવી હતી અને સરકારના નિર્ણય માટે જગન્નાથજીના ભક્તો અને ગુજરાતની જનતા પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે ( ગુરૂવારે ) ભગવાન જગન્નાથ મોસાળથી નિજ મંદિર પરત ફરતા જ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી આ વર્ષની રથયાત્રાને ( jagannath rath yatra 2021 ) શરતી મંજુરી આપવાની જાહેરાત કરી હતી. ગત વર્ષે કોરોનાને કારણે હાઈકોર્ટના નિર્દેશ અનુસાર રદ થયેલી રથયાત્રા આ વર્ષે યોજશે પરંતુ સંપૂર્ણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા પ્રશાસનને નિર્દેશ અપાયા છે. માત્ર ખલાસીભાઈઓ અને મંદિર ટ્રસ્ટના લોકો જ આ રથયાત્રામાં હશે ભક્તોને ઘરેથી દર્શન કરવા માટે અનુરોધ કરાયો છે.
કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે રથયાત્રાને મંજુરી
ગૃહપ્રધાને પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે, મંદિર અને ગૃહવિભાગ પાસેથી રથયાત્રા યોજવા બાબલે લેખિત અને મૌખિક વિકલ્પો મંગાવાયા હતા. અત્યારે બીજી લહેર શાંત પડી છે , રિકવરી રેટ 98 ટકા આસપાસ છે અને ગઈકાલે ( બુધવારે ) રાજ્યમાં કોરોનાથી એક પણ મોત થયુ નથી તેથી સરકારે નિર્ણય કર્યો છે કે કોવિડ ગાઈડલાઇન્સ પ્રમાણે રથયાત્રા યોજવામાં આવશે. રથયાત્રાના સમગ્ર માર્ગ પર પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે રસ્તે પસાર થશે ત્યાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરફ્યુ મુકવામાં આવશે તેમજ જે વિસ્તારમાંથી રથયાત્રા નીકળશે ત્યાં કરફ્યુનો અમલ કરવા અને ભીડ એકઠી ન કરવા સ્થાનિકોને અનુરોધ કરાયો છે.
અમિત શાહ કરશે મંગળા આરતી