- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં
- પરિવાર સાથે કરી દિવાળીની ઉજવણી
- નવા વર્ષે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોને મળ્યા
અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તહેવારો પોતાના પરિવાર સાથે ગુજરાતમાં ઉજવવાનું પસંદ કરે છે. તેઓએ દિવાળીની ઉજવણી અમદાવાદમાં પોતાના પરિવાર સાથે (Amit Shah celebrated the New Year with his family) કરી હતી.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના પરિવાર સાથે નવાવર્ષની ઉજવણી કરી નવા વર્ષે હજારો લોકોને મળ્યા અમિત શાહ
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગર લોકસભા સંસદીય ક્ષેત્રના સાંસદ અને દેશના ગૃહપ્રધાન અમિત શાહે નવા વર્ષની સવારે ભાજપના હોદ્દેદારો, ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન તેમ જ અન્ય પ્રધાનો અને કાર્યકરો સાથે શુભેચ્છાની આપ-લે કરી હતી.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના પરિવાર સાથે નવાવર્ષની ઉજવણી કરી અમિતશાહના નિવાસ સ્થાને ભીડ
વહેલી સવારથી જ કેન્દ્રીય ગૃહ પ્રધાનને મળવા ભાજપના કાર્યકરો આવી પહોંચ્યા હતા. જેને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અમિત શાહના નિવાસસ્થાને તેમને મળવા કાર્યકરોની લાઈનો લાગી હતી. જેમા ગુજરાતના સિનિયર નેતાઓથી લઈ કાર્યકરોનો પણ સમાવેશ થતો હતો.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના પરિવાર સાથે નવાવર્ષની ઉજવણી કરી આ પણ વાંચો:વાપીના પ્રસિદ્ધ જલારામ મંદિરે કોરોના મહામારીને કારણે અન્નકૂટ અને જલારામ જયંતીના આયોજનો મૌકૂફ રખાયા
અમિત શાહે ભાજપના નેતાઓનું મોઢું મીઠુ કરાવ્યું
કાર્યકરોને મળવા અમિત શાહ પોતાના પરિવાર સાથે હાજર હતા. ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ તેમનું પ્રધાનમંડળ, ગુજરાતના સાંસદો, ગુજરાત ભાજપના અગ્રણીઓ, કોર્પોરેટર વગેરે તેમને મળ્યા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાને મીઠાઈથી તેમનું મોં મીઠું કરાવ્યું હતું.
આ પણ વાંચો:હર હર મહાદેવ: દિવાળીમાં સન્મુખ અને ઓનલાઇન દર્શન કરી શકશે સોમનાથ મહાદેવના ભક્તો