ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્રિય ગૃહપ્રધાનને સોલા અને ગાંધીનગર સિવિલને ફાળવ્યા 50 પોર્ટેબલ બાયપેપ મશીન - કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ

કોરોનાની વૈશ્વિક મહામારીથી આજે સમગ્ર વિશ્વ પરેશાન છે. આ વૈશ્વિક મહામારીમાં શક્ય તેટલા લોકોની જિંદગી બચાવી શકાય તે માટે સમગ્ર દેશમાં અને રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા યુધ્ધના ધોરણે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. કેન્દ્રીય ગૃહપ્રધાને તેમની ગ્રાન્ટમાંથી સોલા સિવિલ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલને 50 પોર્ટેબલ બાયપેપ મશીન આપ્યા છે.

કેન્દ્રિય ગૃહપ્રધાનને સોલા અને ગાંધીનગર સિવિલને ફાળવ્યા 50 પોર્ટેબલ બાયપેપ મશીન
કેન્દ્રિય ગૃહપ્રધાનને સોલા અને ગાંધીનગર સિવિલને ફાળવ્યા 50 પોર્ટેબલ બાયપેપ મશીન

By

Published : Jun 2, 2021, 8:12 PM IST

  • કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવો પડશે
  • 25 બાયપેપ સોલા અને 25 બાયપેપ મશીન ગાંધીનગર સિવિલને આપ્યા
  • ત્રીજી લહેરના કારણે અનેક દર્દીની જીંદગી બચી જશે

અમદાવાદ:કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે તેમની ગ્રાન્ટમાંથી અમદાવાદ સોલા હોસ્પિટલ અને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલને કુલ 50 પોર્ટેબલ બાયપેપ મશીન ઉપલબ્ધ કરાવ્યા છે. આ પૈકી 25 બાયપેપ મશીન અમદાવાદ સોલા હોસ્પિટલને અને 25 મશીન ગાંધીનગર સિવિલ હોસ્પિટલને અપાયા છે.

કેન્દ્રિય ગૃહપ્રધાનને સોલા અને ગાંધીનગર સિવિલને ફાળવ્યા 50 પોર્ટેબલ બાયપેપ મશીન

આ પણ વાંચો:વડોદરા: She ટીમ દ્વારા મહિલાઓ માટે સેનેટરી પેડનું વેલ્ડીંગ મશીન મુકવામાં આવ્યું

દર્દીઓની સારવાર અને સગવડતામાં અનેકગણો વધારો

સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ પીના સોનીએ જણાવ્યું છે કે, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યના દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવે છે. કોરોનાના દર્દીઓની સારવાર અને સગવડતામા પણ અનેકગણો વધારો કરવામાં આવ્યો છે. આ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ કેન્દ્રીય ગૃહપ્રધાનનો અમે આભાર માનીએ છીએ. આ ઉપરાંત, સોલા સિવિલ હોસ્પિટલની આરોગ્ય સુવિધામા વધારો થાય તે હેતુથી આ 25 પોર્ટેબલ બાયપેપ મશીન હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.પીના સોનીને આજે અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:અમદાવાદમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વેચવાના બહાને કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા બે શખ્સો ઝડપાયા

બાયપેપ મશીન વેન્ટિલેટર જેવું કામ કરશે

કોરોનાના ગંભીર લક્ષણો સાથે સારવાર માટે આવતા દર્દીઓ માટે આ બાયપેપ મશીન મીની વેન્ટિલેટર જેવું જ કાર્ય પુરૂ પાડશે. જેના થકી દર્દીને ખુબ જ ઝડપથી સારવારને સુવિધા મળી રહેશે.

ABOUT THE AUTHOR

...view details