- SCના આદેશ છતાં ગ્રામ પંચાયતે કાયમી કર્મચારીઓને પૈસા ન ચૂકવ્યા
- કુલ 85 લાખ જેટલી રકમ ચૂકવવા પાત્ર હતી, 22 લાખ જ ચૂકવ્યા
- સરપંચને કોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ કરાયો
અમદાવાદ: ભાવનગરના ઉમરાળા ગ્રામ પંચાયત (Umrala Gram Panchayat)ના કર્મચારીઓને પૈસા ચૂકવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં (supreme court on umrala gram panchayat case) પૈસા ન ચૂકવાતા ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી (contempt petition in gujarat high court) મુદ્દે સુનાવણી થઈ હતી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમાર (gujarat high court chief justice arvind kumar)ની ખંડપીઠે સુપ્રીમ કોર્ટના આદેશના તિરસ્કાર બદલ ગ્રામ પંચાયતઉપર આક્રોશ ઠાલવ્યો હતો. હાઈકોર્ટે આજે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, યા તો કર્મચારીઓને પૈસા ચૂકવો અથવા સરપંચે જેલ જવાની તૈયારી કરી લેવી. આ મુદ્દે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાઇ શકે છે.
85 લાખ જેટલી રકમ ચૂકવવા પાત્ર
મહત્વનું છે કે ભાવનગરના ઉમરાળા ગ્રામ પંચાયતના 7 કર્મચારીઓને 1991માં કાયમી કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને પૈસા ચૂકવવામાં નહોતા આવ્યા. સુપ્રીમ કોર્ટે પૈસા ચુકવવાનો આદેશ કર્યો હોવા છતાં આદેશનું પાલન ન થતાં ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટના તિરસ્કાર બદલ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારની રજૂઆત હતી કે, કુલ 85 લાખ જેટલી રકમ ચૂકવવા પાત્ર હતી, જેમાંથી માત્ર 22 લાખ રૂપિયા જ ચૂકવવામાં આવ્યા છે. આમ 63 લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે.
આવતીકાલે વધુ સુનાવણી થઈ શકે છે