- અમદાવાદમાં ઉમિયાધામનો શિલાન્યાસ કાર્યક્રમ સંપન્ન
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા
- કાર્યક્રમમાં 51 કરોડ મંત્ર લખેલ પોથીઓ જમીનમાં ઉતારઈ
અમદાવાદ:ઉમિયાધામમાં કેમ્પસનો ત્રિ-દિવસીય શિલાન્યાસ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી (Virtual medium) વડાપ્રધા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આમ તો મારે રૂબરૂ આવવું જોઈએ પણ ન આવી શક્યો. આ કેમ્પસના નિર્માણથી આવનારી યુવા પેઢીને ખુબ ફાયદો થશે. સમાજના સાથ અને સહકારથી જે કાર્ય હાથ ધરાયુ છે તે સરાહનીય છે.
વડાપ્રધાનની પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કરવા અપીલ
વડાપ્રધાને જણાવ્યું હતું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, ત્યારે આપ પણ તેમા યોગદાન આપજો. આપણે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. આથી માં ઉમિયાના આશીર્વાદ લઈને પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કરો. આ તમામ કાર્યો દેશના વિકાસ માટે ખુબ મહત્વના રહેશે.