ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદના બે સેવાભાવી વ્યક્તિ મિત્રોની સહાયથી કોરોના દર્દીઓને પહોંચાડી રહ્યાં છે ફ્રી ટિફિન સેવા

કોરોનાએ આપણને એવો સમય બતાવી દીધો છે કે પોતીકાં લોકો પણ સાથે ઊભાં ન રહી શકે. ત્યારે પારકાંની તો શું વાત કરવી... જોકે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં રહેતાં લોકોમાંથી એકાકી જીવન જીવતાં હોય એવા કોરોના દર્દીઓ માટે બે વ્યક્તિઓ જાણે દેવદૂત બનીને સામે આવી હતી. વાત જાણે એમ છે કે અમદાવાદના મેહૂલ પારેખ અને નીરવ શાહ નામના મિત્રોએ કોરોના લોકડાઉનના સમયથી લઇ હાલ સુધી એકાકી કોરોના દર્દીઓ માટે નિઃશુલ્ક ટિફીન સેવા અને એ પણ ઘરઆંગણે પૂરી પાડી રહ્યાં છે.

અમદાવાદના બે સેવાભાવી વ્યક્તિ મિત્રોની સહાયથી કોરોના દર્દીઓને પહોંચાડી રહ્યાં છે ફ્રી ટિફિન સેવા
અમદાવાદના બે સેવાભાવી વ્યક્તિ મિત્રોની સહાયથી કોરોના દર્દીઓને પહોંચાડી રહ્યાં છે ફ્રી ટિફિન સેવા

By

Published : Sep 19, 2020, 7:27 PM IST

અમદાવાદઃ કોરોનાવાયરસને કારણે અપાયેલા લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદોને મદદ કરવા અનેક સેવાભાવી લોકો આગળ આવ્યાં હતાં. પરંતુ હવે અનલોકની પ્રક્રિયા શરૂ થતાં મોટાભાગના લોકો નોકરીએ જવા લાગ્યાં છે. ત્યારે આવા સમયે સેવા કાર્ય ઓછું થઈ રહ્યું છે. આવા સમયે અમદાવાદના બે મિત્રો મેહુલ પારેખ અને નીરવ શાહ દ્વારા કોરોનાવાયરસના દર્દીઓને ઘેરબેઠાં ટિફિન સેવા પહોંચાડવાનું સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.મેહુલ પારેખ પોતે અને તેમનો પૂરો પરિવાર કોરોના પોઝિટિવ બન્યો હતો. તે દરમિયાન તેમના સોસાયટી મેમ્બરોએ તેમને સારી સહાય કરી હતી ત્યારે તેમને એ વાતનો અનુભવ થયો કે, એવા કેટલાય લોકો હશે કે જેમની આગળ-પાછળ કોઈ નહીં હોય, તેવા એકલા વ્યક્તિઓને જમવાનું પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. તે વાતને ધ્યાનમાં લઈને મેહુલ પરીખે તેમના ધંધાદારી મિત્રોની સહાયતાથી કોરોનાવાયરસના જરૂરિયાતમંદ દર્દીઓને ઘેરબેઠાં ભોજન પૂરું પાડવાના યજ્ઞ પ્રારંભ કર્યો છે.

અમદાવાદના બે સેવાભાવી વ્યક્તિ મિત્રોની સહાયથી કોરોના દર્દીઓને પહોંચાડી રહ્યાં છે ફ્રી ટિફિન સેવા


ઘેર જ બનાવેલું ઉચ્ચ ગુણવત્તાનું ભોજન દર્દીઓને સમયસર પહોંચાડવામાં આવે છે. અત્યારે તેઓ દરરોજા 100 ટિફિન બનાવી રહ્યાં છે. તેમનું લક્ષ્ય કોરોનાનો આ કપરો કાળ ચાલે ત્યાં સુધી આવા દર્દીઓને ઘરે જઈને ટિફિન સેવા પૂરી પાડવાનો છે. ઉલ્લેખનીય છે કે ,આ કાર્ય સાથે સંકળાયેલા લોકોમાં કોઈ ધંધાદારી છે, કોઈ એકાઉન્ટ છે તો કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેઓ આ કાર્ય માટે કોઈપણ જાતનું દાન સ્વીકારતાં નથી.તેઓ કોઇપણ જાતનું મૂલ્ય લીધા સિવાય ઓનરરી આ કાર્ય કરી રહ્યાં છે.

અમદાવાદના બે સેવાભાવી વ્યક્તિ મિત્રોની સહાયથી કોરોના દર્દીઓને પહોંચાડી રહ્યાં છે ફ્રી ટિફિન સેવા
ભોજન બનાવતી વખતે તેઓ સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખે છે અને હાથમાં મોજા, માથે કેપ, માસ્ક અને એપ્રન પહેરીને રસોઇ બનાવે છે. તેઓ જમવાનું આપવા જતી વખતે પણ કોરોનાવાયરસને લઈને રાખવાની તકેદારીઓનું પૂરતું ધ્યાન રાખે છે. અમદાવાદના જુદાજુદા વિસ્તારો જેમ કે મણિનગર, ઘોડાસર, ઈસનપુર, વટવા, ઘાટલોડિયા, મેમનગર, ચાંદલોડિયા નારણપુરા જેવા વિસ્તારોમાં તેઓ કોરોનાના હોમ કવોરન્ટીન દર્દીઓને ભોજન પૂરું પાડે છે.


આ પ્રશંસનીય કાર્યથી કોરોનાના દર્દીઓ કે જેમને ટિફિન સર્વિસ મળી રહી છે, તેઓ ખૂબ ખુશ છે. દર્દીઓ દ્વારા આ સર્વિસ બદલ આભાર માનતાં અને ભોજનની ગુણવત્તાના વખાણ કરતાં મેસેજ પણ મળી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details