- કોરોનાના કેસ ઘટતા સ્મશાનમાં ભીડ ઓછી થઈ
- થલતેજમાં 3માંથી 2 ભઠ્ઠી થઈ બંધ
- કોવિડ મૃતદેહને ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેવામાં કોવિડ મૃતદેહ અને સામાન્ય મૃતદેહમાં ભીડ જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદના થલતેજના સ્મશાન ગૃહમાં 3માંથી 2 ભઠ્ઠી ખરાબ થઇ ગઇ છે. કોરોનાના સમયામાં લાંબો સમય ચાલ્યા બાદ બંધ થઇ હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદના સ્મશાન ગૃહમાં ત્રણ ભઠ્ઠીઓમાંથી બે ભઠ્ઠીઓ બંધ થતા લોકોને હાલાકી આ પણ વાંચો : અમદાવાદમાં કોરોના કેસમાં ઘટાડો થતાં ભદ્ર વિસ્તારમાં લોકોની ભીડ
લાંબો સમય ચાલ્યા બાદ ભઠ્ઠીઓમાં પણ ખામી આવી ગઇ હોવાનું અનુમાન
કોરોનાની બીજી લહેરમાં જ્યારે સૌથી વધારો કેસ સામે આવી રહ્યા હતા, ત્યારે શહેરમાં તમામ સ્મશાન ગૃહ 24 કલાક શરૂ રહેતા હતા. તેમાં ખાસ કરીને જે વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે તેના દર્દીઓને ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં જ અગ્નિદાહ આપવામાં આવતો હતો, ત્યારે લાંબો સમય ચાલ્યા બાદ ભઠ્ઠીઓમાં પણ ખામી આવી ગઇ હોવાનું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : વડોદરામાં રાત્રી કરફ્યૂ દરમિયાન કારેલીબાગમાં ચાલતા પિઝા પાર્લર પર લોકોની ભીડ
સ્મશાન ગૃહની કામગીરી કરતા લોકો કોઇ પણ જાતનું નિવેદન આપવાનું ટાળી રહ્યા છે
સરકારી તંત્રના અધિકારીઓ અને સ્મશાન ગૃહની કામગીરી કરતા લોકો કોઇ પણ જાતનું નિવેદન આપવાનું ટાળી રહ્યા છે, પરંતુ કોરોનાના કેસ ઘટ્યા છે. તેની સામે સ્મશાનની બહાર પણ લોકોની લાઇનો લાગતી પણ બંધ થઇ ગઇ છે.