વડોદરામધ્યસ્થ જેલમાં 2 કેદીના મોત થયા છે. બન્ને કેદી શહેરની SSG હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. જોકે એક કેદીની તબિયતમાં સુધારો થતા જેલમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ ફરી તબિયત ખરાબ જણાતા SSG હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યુ હતુ. બન્ને કેદીના મોત બાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
વડોદરાના મધ્યસ્થ જેલના બે કેદીઓના ગત રાત્રે મૃત્યુ થયા છે. આ પણ વાંચોકેદી પર હુમલો : કાચા કામના કેદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો, શા કારણે થઇ માથાકૂટ?
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા વડોદરા શહેરની મધ્યસ્થ જેલના બન્ને કેદીના SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા હતા. જેમાં એક પાણીગેટ પોલીસ સ્ટેશનમાં (Panigat Police Station) NDPSના ગુનામાં સજા ભોગવી રહ્યો(Prisoner serving NDPS crimes died) હતો. જે કાચા કામનો કેદી હતો. જ્યારે બીજો બોરસદના આંકલાવ પોલીસ સ્ટેશનમાં (Anklao Police Station) ગુનાનો આરોપી હતો. જે પાકા કામનો કેદી હતો. બન્ને કેદીના મોત મામલે રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે જે બાદમાં પરિવારને સોંપવામાં આવશે.
આ પણ વાંચોPrisoners Bhajiya House Closed in Bhuj : પાલારા જેલના ફેમસ ભજીયા હાઉસને કેમ લાગ્યા તાળાં?
રાવપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં સજા ભોગવી રહેલા આરોપીનું નામ અમજદ ઇબ્રાહીમ મકરાણી છે. ગઇ કાલે તેનું મોત થયું હતું. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં (Raopura Police Station) એડી દાખલ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરાઇ છે. જ્યારે બીજા આંકલાવ પોલીસ સ્ટેશનના કેદીનું મોત ગઈકાલે મોડી રાત્રે થયું છે. જે મામલે આજે એડી દાખલ કરીને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે.