અમદાવાદઃ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સારવાર માટે 50 ટકા બેડ રિઝર્વ રાખવાની સાથે ફીની રકમ પણ નક્કી કરવામાં આવી હતી, પણ પૈસા પડાવવા માટે ખાનગી હોસ્પિટલોએ આ મહામારીના સમયમાં પણ નફો કમાવવા બે નંબરની શરૂઆત કરી હતી. જેમાં અમદાવાદની અર્થમ અને બોડીલાઈન હોસ્પિટલ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતાં બંને હોસ્પિટલોને AMCએ પાંચ લાખ રૂપિયાનો મસમોટો દંડ ફટકાર્યો છે અને સાત દિવસની અંદર આ રકમ ભરી દેવા આદેશ કર્યો છે.
હૉસ્પિટલ્સે કોરોના દર્દીઓ પાસેથી ચાર્જ ઉઘરાવ્યો, અર્થમ અને બૉડીલાઇન હૉસ્પિટલને 5-5 લાખનો દંડ - અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદની અર્થમ અને બોડીલાઈન હોસ્પિટલ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતાં બંને હોસ્પિટલોને AMCએ પાંચ લાખ રૂપિયાનો મસમોટો દંડ ફટકાર્યો છે અને સાત દિવસની અંદર આ રકમ ભરી દેવા આદેશ કર્યો છે.
ધી એપેડેમિક ડિસિઝ એક્ટ હેઠળ એમઓયુ કરી પાલડીની બોડીલાઇન હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરી 50 ટકા બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવા કોર્પોરેશન દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. તેમજ દર્દીઓ પાસેથી કોઈ ચાર્જ વસૂલવાનો રહેતો નથી. તેમ છતાં હાટકેશ્વરમાં રહેતા હંસાબેન પરમારને svp હોસ્પિટલે મંગળવારે બોડીલાઈન હોસ્પિટલમાં રિફર કર્યા હતાં. જ્યાં હોસ્પિટલે કોરોના ટેસ્ટ પેટે 4500 રૂપિયા વસૂલ કર્યા હતાં. આ ઉપરાંત અન્ય એક દર્દી પાસેથી પણ પૈસા વસૂલ કર્યાં હતાં.
આંબાવાડી વિસ્તારમાં આવેલી અર્થમ હોસ્પિટલે મ્યુનિ.ના રિઝર્વ બેડમાં પણ ખાનગી દર્દીઓને દાખલ કરી મ્યુનિ.એ મોકલેલા દર્દીઓ માટે જગ્યા નહીં હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલના 90માંથી 45 બેડ મ્યુનિ.ને ફાળવાયા છે. ગુરુવારે આસિસ્ટન્ટ પ્રોફેસરે અર્થમ હોસ્પિટલની મુલાકાત લેતા ત્યાં મ્યુનિ.ના 6 બેડ પર સ્વખર્ચે દાખલ થયેલા ખાનગી દર્દી હતાં. હોસ્પિટલ ખાનગી દર્દી પાસેથી ચાર્જ લેવા ઉપરાંત મ્યુનિ. પાસેથી પૈસા વસૂલતી હતી.