ગુજરાત

gujarat

ETV Bharat / city

Fraud in Ahmedabad: પેટીએમથી છેતરપીંડી આચરતા બે ગઠિયા ઝડપાયા - ડિજિટલ પેમેન્ટ

હવે ડિજિટલ પેમેન્ટ (Digital payment) પણ વેપારીઓ માટે સુરક્ષિત નથી. કારણ કે અમદાવાદ શહેરના (fraud in Ahmedabad) અનેક વેપારીઓ પાસેથી સમાન ખરીદીને પેટીએમ મારફતે પેમેન્ટ ચૂકવનારા ગઠિયાઓએ અનેક વેપારીઓને લાખો રૂપિયાનો (cheating through Paytm In Ahmedabad ) ચૂનો લગાવ્યો છે. શહેરની ઝોન 2 સ્ક્વોડે આવા જ 2 ગઠિયાઓની ધરપકડ (two gangsters were caught) કરી છે. જેમણે વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.

Fraud in Ahmedabad
Fraud in Ahmedabad

By

Published : Nov 25, 2021, 7:43 AM IST

  • શહેરમાં ડિજિટલ પેમેન્ટ સ્વીકારનારા વેપારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
  • ડિજિટલ પેમેન્ટનો બનાવટી મેસેજ બનાવી આચરતા છેતરપિંડી
  • બે આરોપીઓની કરાઈ ધરપકડ

અમદાવાદ: શહેરના અનેક વેપારીઓ પાસેથી સમાન ખરીદીને પેટીએમ મારફતે પેમેન્ટ (cheating through Paytm In Ahmedabad ) ચૂકવનારા ગઠિયાઓએ અનેક વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. શહેરની ઝોન 2 સ્ક્વોડે આવા જ 2 ગઠિયાઓની ધરપકડ (two gangsters were caught) કરી છે. જેમણે વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.

પેટીએમથી છેતરપીંડી આચરતા બે ગઠિયા ઝડપાયા

બન્ને આરોપીઓ શાંતિર ઠગબાજ

શહેર ઝોન 2 સ્ક્વોડની ગિરફ્તમાં આવેલા આસીફ શેખ અને રિઝવાન ઉર્ફે કાંટા શેખ આરોપીઓ (two gangsters were caught) શાંતિર ઠગબાજ છે. જેઓ શહેરની અલગ અલગ દુકાનોમાં જઈને વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરતા હતા અને ત્યારબાદ રોકડ પેમેન્ટ ન કરીને પેટીએમથી ચુકવણી કરવાનું વેપારીઓને કહેતા હતા અને સ્કેનકોડ સ્કેન કરવાનું નાટક કરીને મેન્યુઅલ ટાઈપ કરેલો મેસેજ વેપારીના મોબાઈલ પર સેન્ડ કરી દેતા હતા. જેને જોઈને વેપારીઓ નાણાં આવી ગયા હોવાનું માની બેસતા હતા અને જ્યારે બેન્ક એકાઉન્ટ ચેક કરતા ત્યારે તેમના ખાતામાં રૂપિયા જમા જ નહોતા થતા.

પેટીએમથી છેતરપીંડી આચરતા બે ગઠિયા ઝડપાયા

આ પણ વાંચો: ATM માં રૂપિયા ઉપાડવા આવતા લોકોને ટાર્ગેટ કરનારી ટોળકી સુરતથી ઝડપાઇ

આરોપીઓ છેલ્લા 6 મહિનાથી આપી રહ્યા હતા અલગ અલગ ગુનાને અંજામ

સરકાર દ્વારા ડિજિટલ ટ્રાન્જેક્શને (Digital payment) એક તરફ મહત્વ આપવામાં આવી રહ્યું છે. કેટલાક ઠગ લોકો ડિજિટલ ટ્રાન્જેક્શન ઓથા હેઠળ પોતાની મેલી મુરાદો પાર પાડતા હોય છે. ઝોન 2 LCB દ્વારા ઝડપાયેલા બન્ને આરોપીઓએ પોલીસ સમક્ષ તેઓએ કરેલા ગુનાની તો કબૂલાત કરી છે. સાથોસાથ અન્ય 20 જેટલા આવા ગુના છેલ્લા 6 મહિનામાં અંજામ આપી ચૂક્યા છે તેવી પણ કેફીયત આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલી છે.

આ પણ વાંચો: સુરતમાં ફ્રેન્ડશીપના બહાને છેતરપીંડી કરતા ભાઈ-બહેનની ધરપકડ

નાની રકમની છેતરપીંડી સમજી પોલીસ સ્ટેશન જવાનું ટાળતા વેપારીઓને પોલીસનું સૂચન

3 વેપારીઓએ પોલીસની મદદ માંગતા આરોપીઓ ઝડપાયા છે. આ આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં અનેક વેપારીઓની સાથે છેતરપિંડી કરી છે. આ આરોપીઓ 5 હજાર રૂપિયાથી નાની રકમનું જ ચિટિંગ વેપારીઓ જોડે કરતા હતા, જેથી વેપારીઓ આટલી નાની રકમ માટે પોલીસ સ્ટેશન જવાનું ટાળે અને પોલીસ ફરિયાદ ન થાય. મોટા ભાગના વેપારીઓએ આવી છેતરપીંડી (fraud in Ahmedabad) થઈ હોવા છતાં પણ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. જેને કારણે ઝોન 2 પોલીસ દ્વારા આવી રીતે છેતરાયેલા વેપારીઓને પોલીસ ફરિયાદ કરવા માટે આગળ આવવા માટે સૂચન કર્યું છે.

પોલીસે પણ પ્રજાને જાગૃત રહેવા આપી સલાહ

પોલીસે પણ પ્રજાને જાગૃત રહેવાની સલાહ આપી છે કે આ પ્રકારે કોઈ પણ મળતા મેસેજ પર વિશ્વાસ ન કરવો અને કોઈપણ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના મેસેજ આવે તો પોતાનું બેન્ક એકાઉન્ટ પણ એક વખત ચોક્કસથી ચેક કરી લેવું જોઈએ છે. જેથી કરીને આવી છેતરપિંડીનો ભોગ બનતા અટકાવી શકાય છે. આ સહિત પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિ સાથે આ પ્રકારની છેતરપિંડી (fraud in Ahmedabad) થઈ હોય તો તે ઝોન 2 સ્ક્વોડ એટલે કે કારંજ પોલીસ સ્ટેશનની ઉપર આવેલી ઓફિસનો સંપર્ક કરી શકે છે. હાલ તો કારંજ માધુપુરા અને શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

ABOUT THE AUTHOR

...view details