અમદાવાદ પાસપોર્ટ મેળવવો મુશ્કેલ કામ છે. વર્ષોથી મામૂલી ટેક્નિકલ ક્વેરીઓને કારણે લાખો લોકોના પાસપોર્ટ અટવાઈ પડેલા છે, પરંતુ હવે આ તમામ સમસ્યાઓને એક ઝાટકે ઉકેલીને પાસપોર્ટ મેળવી લેવાની અરજદારો માટે 27 ઓગસ્ટે તક ઊભી થઈ છે. ગુજરાતમાં પ્રથમ વખત પાસપોર્ટની (passport problem criminal case) સમસ્યાઓને એક જગ્યાએ તાત્કાલિક દૂર કરવાનો રીજનલ પાસપોર્ટ કચેરીએ નવતર (two days passport camp in Ahmedabad) પ્રયોગ હાથ ધરાયો હતો.
પાસપોર્ટ કેમ્પ સમગ્ર ગુજરાતમાં પાસપોર્ટની કોઈપણ સમસ્યા હશે તો એનો 27 ઓગસ્ટથી અમદાવાદના કેમ્પમાં ત્વરિત નિકાલ થઈ જશે. એ દિવસે ગુલબાઈ ટેકરા સ્થિત રીજનલ પાસપોર્ટ ઓફિસમાં બે ભાગમાં ખાસ કેમ્પ આયોજિત કરાયો છે. ગત 1 જાન્યુઆરીથી 30મી જૂન સુધીની કોઈપણ વ્યક્તિની પાસપોર્ટને લગતી કોઈપણ સમસ્યાનો આ કેમ્પમાં રીજનલ પાસપોર્ટ ઓફિસર ત્વરિત નિકાલ કરશે. આ માટે અરજદારે ફક્ત (passport problem solution) તમામ ડોક્યુમેન્ટ્સ અને કરેલી અરજી સાથે આવવાનું કહેવામાં આવ્યું હતું.
ક્રિમિનલ કેસ હશે તોરિજનલ પાસપોર્ટ ઓફિસર વ્રેન મિશ્રાએ જણાવ્યું હતું કે, 27 ઓગસ્ટના પાસપોર્ટ કેમ્પમાં ગત 1 જાન્યુઆરીથી 30 જૂન દરમિયાન થયેલી એપ્લિકેશનનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમ કે, કોઈની સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો કોર્ટ પરમિશનના આધારે ત્વરિત પાસપોર્ટ આપી દેવામાં આવ્યો હતો. સાથે જ આવા અરજદારને કોર્ટ આદેશ મુજબના વર્ષનો પાસપોર્ટ અપાયો હતો. જોકે, ઘણા કેસમાં પિતા કે માતાની મંજૂરી હોતી નથી, તો તેમાં સિંગલ પેરેન્ટ એપ્લિકેશન આવે છે. અમે તેમને કહીએ છીએ કે, પિતા કે માતાની સંમતિ આપો તો અમે તેને આગળ પ્રોસેસ કરી શકશે.