- કાર ચાલકે પેંડલ રિક્ષાને મારી ટક્કર
- અકસ્માતમાં 2 બાળકોના મોત
- ઘટના સીસીટીવીમાં કેદ
- કેવી રીતે સર્જાયો અકસ્માત?
અમદાવાદઃશહેરનાસિંધુભવન રોડ પર ખુલ્લા પ્લોટમાં કિરણભાઈ છૂટક મજૂરી કરે છે, ત્યારે ગુરુવારે સાંજના સમયે તેઓ તેમના પત્ની અને 2 નાના બાળકો પેડલ રિક્ષામાં બેસીને રીંગ રોડથી સિંધુ ભવન તરફ આવી રહ્યા હતા, ત્યારે હાર્દિક નામનો યુવક તેની ગાડી લઇને આવી રહ્યો હતો અને તેને પેડલ રિક્ષાને ટક્કર મારી મારતા બંને બાળકો અને દંપતિ નીચે પડી ગયા હતા.
અમદાવાદમાં ગાડીએ પેડલ રિક્ષાને મારી ટક્કર, 2 બાળકોના મોત, જુઓ CCTV ફૂટેજ અકસ્માતમાં 2 બાળકના મોત
અકસ્માતમાં કિરણભાઈના બન્ને બાળકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યા સારવાર દરમિયાન બંને બાળકોના મોત થયા હતા. જ્યારે કિરણભાઇ અને તેમના પત્નિ ઘાયલ થયા હતા, જેથી તેમને કાર ચાલક નજીકની હોસ્પિટલમાં લઈ ગયો હતો.
ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી
સમગ્ર મામલે કાર ચાલક હાર્દિક વિરુદ્ધ ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળ પરના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે કબ્જે કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.