ગુજરાત

gujarat

ETV Bharat / city

20 ઓક્ટોબર સુધીમાં 2 સી પ્લેન કેનેડાથી અમદાવાદ આવશે - અમદાવાદ

દેશમાં પહેલીવાર સી પ્લેન સેવાની શરૂઆત થવા જઈ રહી છે. 31 ઓક્ટોબરથી શરૂ થનારી આ સેવા સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની હશે. 20મી ઓક્ટોબર સુધીમાં 18 સીટરના 2 સી પ્લેન કેનેડાથી ભારત લાવવામાં આવશે. તેની સાથે ક્રૂ મેમ્બર્સ પણ હાજર હશે, જેઓ 6 મહિના સુધી અહીં રોકાશે અને ભારતીય પાઈલટને પ્લેન અંગે તાલીમ અપાશે. સી પ્લેનના સ્વાગત માટે રિવરફ્રન્ટ પર અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે.

20 ઓક્ટોબર સુધીમાં બે સી પ્લેન કેનેડાથી અમદાવાદ આવશે
20 ઓક્ટોબર સુધીમાં બે સી પ્લેન કેનેડાથી અમદાવાદ આવશે

By

Published : Oct 1, 2020, 6:40 PM IST

Updated : Oct 1, 2020, 6:59 PM IST

અમદાવાદ: 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનથી કેવડિયા કોલોની જવાના છે. આ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટેનું કામકાજ ચાલી રહ્યું છે. 20 ઓક્ટોબર સુધીમાં 18 સીટરના બે સી પ્લેન કેનેડાથી લાવવામાં આવશે, જેમાં પોલીસ દ્વારા સંચાલિત થનારી આ ફ્લાઈટમાં બે વિદેશી પાઈલટ અને બે ક્રૂ મેમ્બર હાજર હશે. સી પ્લેન આવવાથી સાબરમતીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીનું 220 કિલોમીટરનું અંતર 45 મિનિટમાં કપાશે. 18 સીટર વિમાનમાં એક સાથે 14 પેસેન્જરો સવારે 8 વાગ્યાથી પ્રવાસ કરી શકશે. હાલમાં આ વિમાન નોનશિડ્યુલ ફ્લાઈટ તરીકે ઓપરેટ થશે અને જો પ્રવાસીઓનો પ્રતિભાવ સારો હશે તો એક વર્ષ બાદ ફ્લાઈટને શિડ્યુલ કરી દેવાશે.

20 ઓક્ટોબર સુધીમાં બે સી પ્લેન કેનેડાથી અમદાવાદ આવશે
31 ઓક્ટોબરે રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સુધી સી પ્લેન સુવિધા શરૂ થયા બાદ એરલાઈન દ્વારા 2021ની શરૂઆતમાં બીજી સી પ્લેન સેવા શરૂ કરવામાં આવશે, જે રિવરફ્રન્ટથી શેત્રુંજી ડેમ સુધીની હશે. આ માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે ત્યારે અમદાવાદથી ધરોઈ ડેમ સુધી ટ્રેનનું સંચાલન 2022માં શરૂ થાય તેવી પણ શક્યતા છે.
Last Updated : Oct 1, 2020, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details