અમદાવાદ:ગુજરાતમાં વહેલી ચૂંટણીઓ(Gujarat Assembly Election 2022) યોજાવવાની હવા વચ્ચે કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રવાસનું આયોજન(Central leaders travel to Gujarat) કરી રહ્યા છે. આગામી સમયમાં અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી(General Secretary of BJP National Organization) બી.એલ. સંતોષ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે.
બી.એલ સંતોષનો પ્રવાસ -બે દિવસના પ્રવાસ દરમ્યાન બી.એલ સંતોષ ભાજપના નેતાઓ અને પદાધિકારીઓ સાથે કમલમમાં બેઠક યોજશે. ભાજપમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંઘનો વ્યક્તિ ગણાય છે. ત્યારે બી.એલ સંતોષ સંઘના નેતાઓ સાથે પણ બેઠક યોજે તેવી શકયતા છે. આથી અમદાવાદના મણિનગરમાં આવેલ સંઘની ઓફીસ 'હેડગેવાર ભવન'ની(Hedgewar Bhavan office in Ahmedabad) મુલાકાત લે તેવી શકયતા છે. પેહલા દિવસે બી.એલ સંતોષ ઝાંઝરકામાં સામાજિક આગેવાનો(Social leaders in Zanzarka) સાથે બેઠક કરી ચર્ચા કરશે.
આ પણ વાંચો:Arvind Kejriwal Rajkot Visit: કેજરીવાલ હવે બનશે રાજકોટના મહેમાન, કયા કાર્યક્રમમાં હાજરી આપશે, જૂઓ