ગુજરાત

gujarat

ETV Bharat / city

સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં બે આરોપીઓએ CBI કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી

વર્ષ 2003 સાદિક જમાલ એન્કાઉટર કેસમાં સંડોવાયેલા બે - પોલીસ કર્મચારીઓએ ચાર્જશીટમાં તેમની સામે કોઈ પુરાવા નથી તેવી માગ સાથે શનિવારે અમદાવાદ સીબીઆઈ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે. કોર્ટે આ મુદ્દે સીબીઆઈને નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો છે.

સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં બે આરોપીઓએ CBI કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી
સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં બે આરોપીઓએ CBI કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી

By

Published : Aug 8, 2020, 5:39 PM IST

અમદાવાદઃ અમદાવાદ સીબીઆઈ કોર્ટમાં બંને આરોપી પોલીસ અધિકારી આર. એલ. મવાની અને એ.એસ. યાદવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેમની વિરુદ્ધ કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યાં નથી, જેથી તેમને આ કેસમાં મુક્તિ આપવામાં આવે. સીબીઆઈ કોર્ટે આ મુદ્દે સીબીઆઈને નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 19મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં બે આરોપીઓએ CBI કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી
સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં કુલ 6 પોલીસ કર્મચારીઓને આરોપી બનાવવામાં આવ્યાં છે, જોકે તેમની સામે સાત વર્ષ પહેલાં માત્ર ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હાલ તમામ આરોપીઓ જામીન પર બહાર છૂટી ગયાં છે. આ કેસના અન્ય એક આરોપી દ્વારા વર્ષ 2017માં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી જોકે એ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં બે આરોપીઓએ CBI કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી
વર્ષ 2003માં અમદાવાદના નરોડા વિસ્તાર પાસે ભાવનગરના 19 વર્ષીય યુવક સાદિક જમાલનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. પોલીસ બાતમી મળી હતી કે સાદિક જમાલ લશ્કર એ તોયબાના ઈશારે કામ કરતો હતો અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે ગાંધીનગર જઈ રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details