અમદાવાદ:શિક્ષણના મુદ્દે થઈને ગુજરાત રાજ્યમાં ભાજપ અને દિલ્હી આમ આદમી પાર્ટી વચ્ચે ટ્વીટર વોર શરૂ થયું છે દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીને ડિબેટ માટે થઈને ખુલ્લો પડકાર ફેંક્યો છે.
Tweet war BJP vs AAP : મનીષ સિસોદિયાએ જિતુ વાઘાણીને જાહેરમાં ડિબેટ માટે ફેંક્યો પડકાર
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતી દેખાઇ રહી છે ત્યારે ઇલેક્શન મોડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારના અને ગુજરાતના ભાજપ વચ્ચે શિક્ષણ મુદ્દે થઈને ટ્વીટર વોર ચાલી રહ્યું છે
વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે -ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી દેખાઇ રહી છે ત્યારે ઇલેક્શન મોડમાં પણ શરૂ થઈ રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામો બાદ હવે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે તેવું લાગી રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી પણ હવે એગ્રેસીવ મૂડમાં(AAP in Aggressive Mood) જોવા મળી રહી છે. આવામાં હાલમાં તો ભાજપ અને આપ વચ્ચે સોશિયલ મીડિયા પર ટ્વીટર વોર શરૂ થઈ ગયું છે.
આ પણ વાંચો:દિલ્હીની શાળાઓમાં દરેક ધર્મનું સન્માન કરવામાં આવે છે, કોઈ પ્રતિબંધ નથી: મનીષ સિસોદિયા
જીતુ વાઘાણીને જાહેરમાં ડિબેટ માટે ખુલ્લી ચેલેન્જ - દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારના અને ગુજરાતના ભાજપ વચ્ચે શિક્ષણ મુદ્દે થઈને ટ્વીટર વોર ચાલી રહ્યું છે દિલ્હીના ડેપ્યુટી મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ ભાજપ પર પ્રહાર કર્યા છે અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીને જાહેરમાં ડિબેટ માટે થઈને ખુલ્લો પડકાર(open challenge to debate) ફેંક્યો છે ઉલ્લેખનીય છે કે આ ચેલેન્જ સંદર્ભે આપવામાં આવી છે કે જ્યારે હાલમાં ગુજરાત ભાજપ દિલ્હીની સ્કૂલો વિરુદ્ધ ટ્વીટ કરી રહ્યું છે જે બાદ મનીષ સિસોદિયાએ જીતુ વાઘાણીને આ પડકાર ફેંક્યો છે મનીષ સિસોદિયાએ કહ્યું કે શિક્ષણ અંગેની કોઈ વાત ભાજપ ન કરે તો સારું.