માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મેયર દ્વારા તુલસીના રોપા અપાયા અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યાં - micro contentment zone
અમદાવાદમાં કોરોના કેસ વધી રહ્યાં છે ત્યારે ગઇકાલે પણ 296 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતાં. પરંતુ આ ગંભીર પરિસ્થિતિને જાણે અમદાવાદ મહાનગરપાલિકા ગણકારી નથી રહી. તેના જ ઉપક્રમે આજે એટલે કે પાંચમી જૂન જે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે પર્યાવરણ દિવસના ભાગરૂપે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત તુલસી રોપાના વિતરણ કાર્યક્રમને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખુલ્લો મુક્યો હતો.
અમદાવાદઃ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાંચ લાખ તુલસી છોડનું વિતરણ કરવાનું આયોજન છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી શુક્રવારે પ્રતીકરૂપે માત્ર ૫૦ તુલસી રોપાનું વિતરણ કરવામાં આવ્યું. પરંતુ આ કાર્યક્રમ નારણપુરાના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં કરવામાં આવ્યું હતું. માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન છે અને એક એવો વિસ્તાર છે જ્યાંથી વધુ માત્રામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણે આ વાતને અવગણી રહી હોય તે પ્રમાણેનું વર્તન કરવામાં આવી રહ્યું છે. આજે પણ જ્યારે તુલસી રોપાનું વિતરણ ચાલતું હતું તેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને ક્યાંય પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું ન હતું.