ગુજરાત

gujarat

ETV Bharat / city

મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીએ જમીન પચાવી પાડવાના મામલે નોંધાવી ફરિયાદ

અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરના Maninagar Swaminarayan Temple in Ahmedabad ટ્રસ્ટીએ 4 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઘોડાસર સ્મૃતિ મંદિરની Ghodasar Smriti Temple પાસે આવેલી જમીન પચાવી પાડવાના ઇરાદાથી પાવર ઓફ એટર્ની આધારે ખોટા રજીસ્ટર વેચાણ કરાવી તેમજ મંદિરના ટ્રસ્ટની ઓફિસમાં જઈને ટ્રસ્ટીને અનં સંતોમહંતોને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં.

મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીએ જમીન પચાવી પાડવાના મામલે નોંધાવી ફરિયાદ
મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીએ જમીન પચાવી પાડવાના મામલે નોંધાવી ફરિયાદ

By

Published : Aug 17, 2022, 2:20 PM IST

અમદાવાદશહેરના મેમનગર વિસ્તારમાં રહેતા અને મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના Swaminarayan temple in Maninagar ટ્રસ્ટી Trustee of Swaminarayan Temple તરીકે કાર્યરત હરજીવન પટેલ નામના 71 વર્ષીય વૃદ્ધે મણિનગર પોલીસ સ્ટેશનમાં Maninagar Police Station તુષાર પટેલ, સમીમબાનુ અન્સારી, મઝહર અબ્બાસ બુખારી અને સહેનાજ બાનુ બુખારી સામે ફરિયાદ નોંધાવી છે.

મીનમાં આરોપીઓએ ખોટા હક દાવા લખાણો ઊભા કરી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો છે તેમજ ફરિયાદીને સમાધાન કરવા માટે ધમકીઓ આપી હતી

સ્વામિનારાયણ ટ્રસ્ટની માલિકીની જમીન ઘોડાસરમાં સ્મૃતિ મંદિર પાસે આવેલી છે. જે જમીનમાં આરોપીઓએ ખોટા હક દાવા લખાણો ઊભા કરી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો છે તેમજ ફરિયાદીને સમાધાન કરવા માટે ધમકીઓ આપી હતી, જે મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચોLand Acquisition Compensation Scam In Navsari: વિદેશમાં રહેતા ખેડૂતોના જમીન સંપાદન વળતરમાં કૌભાંડ, 3 લોકોની ધરપકડ

રેવન્યુ રેકોર્ડમાં બોગસ એન્ટ્રી ફરિયાદીને થોડા સમય પહેલા જાણ થઈ હતી કે જમીનના મૂળ માલિકોના નામની પાવર ઓફ એટર્ની Power of Attorney કોઈ વલી મોહમ્મદ શેખ નામની વ્યક્તિએ બનાવી હતી. તેનો ઉપયોગ કરી મૂળ ખેડૂતો પૈકી ફક્ત ત્રણ બહેનોના ભાગની જમીન બાબતે આરોપી તુષાર પટેલે પોતાના નામે રજિસ્ટર વેચાણ કરાર કરાવી લીધી હતી. ત્યારબાદ બોગસ કાર્યવાહી કરી રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી પડાવી છે. જે બાદથી તુષાર પટેલ ટ્રસ્ટની ઓફિસે વારંવાર આવી વેચાણ કરાર બતાવી મૂળ ખેડૂત બહેનોના ભાગની જમીન પોતે ખરીદી છે. તેવું કહીને બહેનોના ભાગની જમીન પડાવી લેવા માટે ધમકીઓ આપતો હતો.

આ પણ વાંચોપ્રેમિકા સાથે મોજશોખ કરવા આંગડિયા પેઢીમાં કર્મચારીએ કરી આ રીતે લાખોની છેતરપીંડી

ખોટા દસ્તાવેજો ઉભા કર્યા ફરિયાદીએ તપાસ કરતા આરોપીઓએ ભેગા મળીને અલગ અલગ ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હોવાનું ધ્યાને આવ્યું હતું અને મૂળ સાત ખેડૂતો પૈકી ફક્ત ત્રણ બહેનોની આંશિક પાવર વાપરી ફક્ત બહેનોના ભાગ પૂરતી જમીનનો વેચાણ કરાર તુષાર પટેલે કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે મણિનગર પોલીસે છેતરપિંડી સહિત ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરવા અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ ચારેય આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. આરોપીઓ સાથે અન્ય કોણ કોણ વ્યક્તિ સામેલ છે કે નહી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details