અમદાવાદઃ ઘાટલોડિયાની ત્રિપદા સ્કૂલ સામે સ્કૂલના જ વાલીઓએDEO કચેરી, બાળ સંરક્ષણ ગૃહ,શિક્ષણ વિભાગ સહિત અનેક કચેરીએ ફરિયાદ કરી (Complaint of parents of Tripada school) હતી, જેમાં સ્કૂલે ગુજરાત બોર્ડમાંથી (Action taken against Tripada School) CBSE બોર્ડ કરેલ અને ફી માટે ધમકી આપી નામ કમી કરવા જણાવ્યું હતું. તો આ મામલે અધિક કલેકટરે ગ્રામ્ય DEOએ કરેલી તપાસનો અહેવાલ (Tripada School Controversy) સોંપવા આદેશ કર્યો છે..
કલેક્ટરે DEOને આપ્યો આદેશ આ પણ વાંચો-GTU Examination Fee Controversy: GTUના વિદ્યાર્થીએ એક વિષયની પરીક્ષા માટે ભરવી પડી 7,125 રૂપિયા ફી
કલેક્ટરે DEOને પત્ર લખી કાર્યવાહી અંગે માગ્યો રિપોર્ટ
ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા પ્રાથમિક ઈંગ્લિશ સ્કૂલે (Tripada School Controversy) વાલીઓની મંજૂરી વિના ગુજરાત સ્ટેટ બોર્ડમાંથી સ્કૂલને CBSE બોર્ડમાં ફેરવી હતી. સ્કૂલના નિર્ણય અંગે વાલીઓએ DEO કચેરીએ ફરિયાદ (Complaint of parents of Tripada school) કરી હતી. આ મામલે કાર્યવાહી ન થતા બાળ અધિકાર સંરક્ષણ આયોગમાં પણ ફરિયાદ કરી હતી. તેના આધારે અમદાવાદ નિવાસી અધિક કલેકટરે અમદાવાદ ગ્રામ્ય DEOને પત્ર લખીને સ્કૂલ સામે કઈ કાર્યવાહી કરી તે અંગે અહેવાલ મોકલવા જણાવ્યું છે.
આ પણ વાંચો-Gujarat University Online Exam: ગુજરાત યુનિ.ની ઓનલાઇન પરીક્ષામાં છબરડો, ઓનલાઇન પરીક્ષામાં બીજા પેપરમાં બીજું પૂછ્યું
ત્રિપદા સ્કૂલે વાલીઓને આપી હતી ધમકી
ત્રિપદા સ્કૂલ દ્વારા ફીના ભરવાના કારણે સ્કૂલમાંથી નામ કમી કરવા વાલી અને વિદ્યાર્થીઓને ધમકી આપવામાં (Tripada School Controversy) આવી હતી, જેનો ફરિયાદમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદ માટે પણ તાત્કાલિક કાર્યવાહી કરીને અહેવાલ મોકલવા જણાવ્યું છે. સ્કૂલની સામે શક્ય તમામ પગલાં લેવા પણ પત્રમાં જણાવ્યું છે.