- સીટી સિવિલ કોર્ટમાં અપાઈ શ્રદ્ધાંજલિ
- દરેકને માસ્ક પહેરવા પણ અપાઈ સૂચના
- હાઇકોર્ટના 3 જજના થયા મૃત્યુ
અમદાવાદ: વૈશ્વિક કોરોના કાળમાં જીવ ગુમાનારાઓનો આંકડો ખૂબ મોટો છે, ત્યારે અમદાવાદમાં કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલા 6 જજ અને 39 વકીલોને આજે ભદ્ર ખાતે આવેલી સીટી સિવિલ કોર્ટ ખાતે શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હજી નીચલી અદાલતમાં પ્રત્યક્ષ સુનવણીને શરૂ થયાને એક અઠવાડિયું જ થયું છે ત્યારે સૌ કોઈએ આ કાર્યક્રમમાં હાજર રહી શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પણ વાંચો:સિવિલ જજની ભરતીમાં 10 ટકા EWS ક્વોટા લાગુ કરવાની માગ, હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ
બાર એસોસિએશને કર્યુ હતું કાર્યક્રમનું આયોજન