- કૉંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો
- રાજ્ય સરકાર કોરોના મૃતકોના પરિવારને સહાય આપે તેવી માગણી સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી
- કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોએ હાજરી આપી
અમદાવાદઃ આ કાર્યક્રમમાં અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોએ હાજરી આપી હતી. આ ઉપરાંત કોંગ્રેસના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં ઈમરાન ખેડાવાલા, હિંમત પટેલ, ચેતન રાવલ સહિતના નેતાઓએ હાજરી આપી હતી. આવનારા દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ જણાવાઈ છે ત્યારે તેને લઈને કોરોનાની વેકસીન સમયસર લોકોને મળી રહે તે માટે સરકાર દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવે તેવી માગ પણ કરાઈ હતી.કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માગણી
આ પણ વાંચોઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારેય ઘટશે? Union Petroleum Ministerએ આપ્યો આવો જવાબ
આ કાર્યક્રમ દરમિયાન કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થતું નજરે આવ્યું હતું. આ ઉપરાંત કોરોનામાં જે મૃત્યુ પામ્યા છે તેઓના પરિવારને પણ સાંત્વના પાઠવી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા લોકોની વચ્ચે છે અને કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો કોંગ્રેસ પક્ષ દ્વારા બનતી તમામ મદદ કરવામાં આવશે.
કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારને સહાયની માગણી સાથે કૉંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ - A program to pay tribute to the dead of Corona
કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માગણી સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કોંગ્રેસ પક્ષ દ્વારા રાખવામાં આવ્યો હતો. કોરોનાની મહામારીમાં બીજા રાઉન્ડમાં અમદાવાદ શહેરમાં અનેક લોકોના મૃત્યુ થયાં હતાં. તેઓના આત્માની શાંતિ માટે અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
![કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારને સહાયની માગણી સાથે કૉંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારને સહાયની માગણી સાથે કૉંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12049813-thumbnail-3x2-congress.jpg)
કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારને સહાયની માગણી સાથે કૉંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ