- સરકારી કચેરીમાં એક હજાર કરતાં વધારે વૃક્ષોનું જતન
- કર્મચારીઓ પક્ષીઓ માટેનો ચબુતરો પણ સાચવે છે
- પર્યાવરણની જાળવણી માટેનો પ્રયાસ
અમદાવાદ : સતત વધતા જતા શહેરના વિભાગો પાડી નાગરિકોની સુવિધા માટે નવી સરકારી કચેરીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં પશ્ચિમ અમદાવાદમાં ઘાટલોડિયાનો એક વિભાગ પાડી તેમાં ડેપ્યુટી કલેકટરની કચેરી તૈયાર કરવામાં આવી છે.
કચેરીમાં અધિકારીઓએ કર્મયોગી વન તૈયાર કર્યુ
ગોતા નજીક એસ.જી.હાઇવે પર આવેલી થોડા સમય પહેલા જ તૈયાર થયેલી વિશાળ કેમ્પસ ધરાવતી કચેરીમાં અધિકારીઓએ કર્મયોગી વન તૈયાર કર્યુ છે. કુદરતી વાતાવરણ મળી રહે, પર્યાવરણની જાળવણી થાયએ માટે હજાર કરતાં વધારે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું છે.સમગ્ર સંકુલમાં વૃક્ષોની માવજત કરતા ગગજીભાઇ કહે છે કે, સંકુલના દરેક કર્મચારી વૃક્ષોની જાળવણી કરે છે. કેમ્પસના ઉચ્ચ અધિકારી જે.બી.દેસાઇ અને સ્ટાફ કર્મયોગી વનમાં વૃક્ષોની સાથે પક્ષીઓ પણ કલરવ કરે એ માટે ચબુતરામાં દાણા અને પાણી મુકે છે.
અમદાવાદમાં કર્મચારીઓની મહેનત થી તૈયાર થઇ રહ્યું છે કર્મયોગી વન જાપાનીઝ પધ્ધતિથી વૃક્ષા રોપણ કરાયું
સમગ્ર કચેરીમાં મિયાવાકી જાપાનીઝ પધ્ધતિથી વૃક્ષા રોપણ કરવામાં આવ્યું છે. સમગ્ર ઓક્સિજન પાર્ક તૈયાર કરવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ક્લાઇમેટ ચેન્જની સ્થિતિ, પર્યાવરણની જાળવણી માટે કચેરીમાં કામ કરતા કર્મયોગીઓ ટુંક જ સમયમાં કેમ્પસને હરિયાળું બનાવવા મહેનત કરી રહ્યા છે.