24 ઓકટોબર 2019ના રોજ અમદાવાદથી જતી આશ્રમ એક્સપ્રેસ ટ્રેન નંબર 12915, દિલ્હી જતી ટ્રેનના જનરલ કોચના ધસારાના આ દ્રશ્યો છે. 16 કલાકની મુસાફરી, પ્રાણી કરતા પણ ખરાબ હાલતમાં મુસાફરો સામાન્ય કોચના આ ત્રણ કોચમાં દિલ્હી સુધી મુસાફરી કરશે. બાકી આવી તો ઘણી ટ્રેનોમાં તો 30 થી 40 કલાક પ્રવાસ કરવો પડે છે.આનાથી પણ ખરાબ બાબત એ છે કે,
સાચવજો, દિવાળી આવી પણ સાથે ટ્રેનોમાં ભીડ લાવી...જૂઓ અમદાવાદ રેલવે સ્ટેશનના આ દ્રશ્યો... - latestgujaratinews
અમદાવાદ: દિવાળીના સમયમાં લોકો બહારગામ જવાનું વધારે પસંદ કરતાં હોય છે. તો કેટલાક લોકો પોતાના વતન કે સગા-સબંધીઓના ત્યાં જાય છે. ત્યારે ટ્રેનમાં મુસાફરી કરનારો વર્ગ સૌથી વધુ છે. ટ્રેનમાં મુસાફરોની સંખ્યા પણ મર્યાદા કરતા વધારે જોવા મળે છે. ત્યારે કેટલાક દ્રશ્યોમાં તો ટ્રેનની બહાર લટકીને પણ લોકો મુસાફરી કરતા નજરે પડે છે.
etv bharat ahmedabad
અમદાવાદ જંકશનથી ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, ઓરિસા, બંગાળ તરફ જતી આ ટ્રેનો માં 12833, 12844, 14312, 12947, 12547, 15560, 15667, 19401, 19407, 19409, 19269, 19422, 19165, 19167 સામાન્ય અને સ્લીપર કોચ મુસાફરોની ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની આ સ્થિતિ છે.
આ દિવાળી સિઝનમાં ગરીબ મુસાફરો ઘણીવાર મજબૂરી હેઠળ ટોયલેટમાં બેસી મુસાફરી કરે છે. ભારતના ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરોને તેજસ ટ્રેનની જરૂર નહીં પરંતુ આ બધી ટ્રેનોમાં કન્ફર્મ રિઝર્વેશનની જરૂર છે.