ગુજરાત

gujarat

ETV Bharat / city

Ahmedabad Scam Case: લોકોને બાટલીમાં ઉતારી રૂપિયા ખંખેરતી ગેંગનો પર્દાફાશ - SOG Crime Branch Raids

અમદાવાદમાં તાંત્રિક વિધિનું બહાનું (Tantric Rites in Ahmedabad) કરી એક કા ડબલ કૌભાંડનો પર્દાફાશ થયો છે. SOG ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી લોકોને છેતરતી ગેંગની અટકાયત (Ahmedabad Scam Case) કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

Ahmedabad Scam Case : ભોળા લોકોને શીશામાં ઉતારી રૂપિયા ખંખેરતી ગેંગને થયો પર્દાફાશ
Ahmedabad Scam Case : ભોળા લોકોને શીશામાં ઉતારી રૂપિયા ખંખેરતી ગેંગને થયો પર્દાફાશ

By

Published : Jul 19, 2022, 8:45 AM IST

અમદાવાદ : પૈસા કમાવાની અને તાબડતોબ રૂપિયાવાળા થવાની લાલચમાં (Tantric Rites in Ahmedabad) લોકો અનેક વખત છેતરાઈ જતા હોય છે. આવી ઘટના અવારનવાર બનતી હોય છે. તેવામાં અમદાવાદમાં ચાલતા તાંત્રિક વિધિનું બહાનું કરી એક કા ડબલ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ પ્રકરણ અંગે પોલીસને કાને વાત પડતા SOG ક્રાઇમ બ્રાંચે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન ડબલ રૂપિયાની લાલચ આપી લોકોને છેતરતી ગેંગના 3 શખ્સોને સરખેજ (Ahmedabad Scam Case) ફતેવાડી પાસેથી પોલીસે દબોચી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભોળા લોકોને શીશામાં ઉતારી રૂપિયા ખંખેરતી ગેંગને થયો પર્દાફાશ

આ પણ વાંચો :સુરેન્દ્રનગરના કૌભાંડી પૂર્વ IAS કે.રાજેશના રિમાન્ડ મંજૂર થયા

વ્હાઈટ નોટ પર કેમિકલ -અમદાવાદમાં એક કા ડબલ સ્કીમનો પર્દાફાશ થયો છે. વિધિના નામે રૂપિયા ડબલ કરી આપવાનું કહી (Money Luring Case in Ahmedabad) ભેજાબાજ આરોપીઓ અંધશ્રદ્ધા ફેલાવતા હતા અને લોકોને શીશામાં ઉતારી રૂપિયા ખંખેરતા હતા. તેવામાં 11 લાખ રૂપિયાના ડબલ કરી (SOG Crime Branch Raids) આપવાની લાલચ આપી હતી. જે મામલે પોલીસને જાણ થતાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સરખેજ ફતેવાડી પાસે વ્હાઈટ નોટ પર કેમિકલ લગાવીને આરોપીઓ નોટ બનાવતા હોવાનું ભોપાળું ઉઘાડું પડયું હતું.

આ પણ વાંચો :એક તો જરૂરિયાતમંદોને રાશન નથી મળતું ને અહીં તો...

કેટલા લોકો ભોગ બન્યા - SOG ક્રાઇમ બ્રાંચે 3 શખ્સોની (Ahmedabad Crime Case) ધરપકડ કરી કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસ આરંભી છે. ત્યારે કેટલા લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરી છે તેમજ કેટલા લોકો ભોગ બન્યા છે. તે સમગ્ર મામલે SOG ક્રાઇમે તપાસ શરૂ છે. ઉલ્લેખનીય છે કે, લોકોનો પૈસા કમાવવાની લાલચમાં અવનવા પેતરા આજમતા હોય છે. ત્યારે કેટલો લોકોને ગાળ્યા પોરવીને બાનમાં લેતા હોય છે. જેમાં પોલીસને જાણ થતા કાયદેસર કાર્યવાહી કરીને તપાસ કરી હોય છે.

ABOUT THE AUTHOR

...view details