ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં એક વૃદ્ધે બંધ રૂમમાં બુમો પાડતા પાડતા છોડ્યા પ્રાણ

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ઘરમાં આગ લાગવાની (Ahmedabad Fire Case) ઘટના સામે આવતા અફરાતફરી ફેલાય ગઈ છે. જે ઘરમાં લાગી તેમાં એક વૃદ્ધ જીવતા ભુંજાયાના સમાચાર સામે (Vejalpur Fire House) આવતા ચકચાર મચી છે. શું છે સમગ્ર મામલો જૂઓ.

અમદાવાદમાં એક વૃદ્ધે બંધ રૂમમાં બુમો પાડતા પાડતા છોડ્યા પ્રાણ
અમદાવાદમાં એક વૃદ્ધે બંધ રૂમમાં બુમો પાડતા પાડતા છોડ્યા પ્રાણ

By

Published : Jun 10, 2022, 1:42 PM IST

અમદાવાદ : અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા સિદ્ધિ ફ્લેટના બીજા માળે કોઈ અગમ્ય કારણોસર ઘરમાં (Ahmedabad Fire Case) આગ લાગવાની ઘટના બની હતી. આગની જાણ ફાયરબ્રિગેડ થતાં ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બીજા માળે ઘરમાં આગ (Ahmedabad Fire House) લાગતા બીજા માળે તેમજ ત્રીજા માળે રહેતા લોકો ધાબા પર દોડી ગયા હતા. જોકે, એક મકાનમાં અશક્તિ વૃદ્ધ બહાર ન નીકળી શકતા અંદર જ જીવતા ભૂંજાઈ જતા ચકચાર મચી છે.

આ પણ વાંચો :Car Fire in Rajkot : પાટણવાવ રોડ પર કારમાં લાગી આગ...

વૃદ્ધ ઘરમાં એકલા - અમદાવાદ શહેર ફાયરબ્રિગેડ ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ વેજલપુર વિસ્તારમાં સિદ્ધિ ફ્લેટમાં લાગેલી આગમાં 58 વર્ષીય જીવણભાઈ સોલંકી નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે. જીવણભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા. જીવણભાઈ પોતે શારીરિક રીતે અશક્ત હોવાથી ઘરમાં જ રહેતા હતા, ત્યારે પરિવાર કોઈ કામ અર્થે બહાર ગયો હતો અને જીવણભાઈ પોતે ઘરે એકલા હતા, ત્યારે ઘરમાં આગ લાગી હતી અને આગ વિકરાળ બની ગઈ હતી. કોઈ વ્યક્તિ અંદર જઈ શકે તેવી હાલતમાં ન હોવાથી તેઓને બચાવી લેવા કોઈ જઈ શકતું ન હતું. તેને લઈને જીવણભાઈનું દાઝી (Old Man Burnt in Fire) જવાથી મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો :લાખોનો માલ ખાખ : સુરત શહેર દર 15 દિવસે ભડકે બળતું જોવા મળે છે, જવાબદાર કોણ

આગ કયા કારણોસર લાગી - વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટનાને લઈને સાંજે 5.30 આસપાસ કોલ ફાયરબ્રિગેડને (Vejalpur Fire House) મળતાં પ્રહલાદનગર ફાયર બ્રિગેડ સ્ટેશનની ગાડીઓ રવાના કરવામાં આવી હતી. આગના આ બનાવમાં એક 58 વર્ષના અશક્ત વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. પરિવાર કામથી બહાર ગયો હોવાથી તેમને બૂમો પાડી હશે પરંતુ કોઈ સાંભળી શક્યા ન હતા. જોકે ફાયરબ્રિગેડની ટીમની ભારે જહેમત બાદ આખરે આગ કાબૂમાં આવી ગઈ હતી. ફાયરબ્રિગેડ દ્વારા મૃતક વૃદ્ધની ડેડબોડીને એમ્બ્યુલન્સમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવી છે. પોલીસે પણ આ મામલે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ કયા કારણોસર (Ahmedabad Fire Department) લાગી હતી તે જાણવા માટે પણ FSLને બોલાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details