ગુજરાત

gujarat

ETV Bharat / city

બિઝનેસ વિમેન વીંગ દ્વારા મહિલા દિન નિમિત્તે ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો - gujarat news live

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ(GCCI) અંતર્ગત ચાલી રહેલી બિઝનેસ વિમેન વિંગ દ્વારા મહિલાઓને રોજગારી મળી રહે તે માટે વિશેષ પ્રોગ્રામ યોજવામાં આવ્યો. જેમાં વિવિધ 30 જેટલી મહિલાઓને નવા ઉદ્યોગો શરૂ કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવી.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નાના ઉદ્યોગો થકી મહિલાઓને પગભર કરવાનું આયોજન
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નાના ઉદ્યોગો થકી મહિલાઓને પગભર કરવાનું આયોજન

By

Published : Mar 8, 2021, 4:43 PM IST

  • ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નાના ઉદ્યોગો થકી મહિલાઓને પગભર કરવાનું આયોજન
  • ઓછા ખર્ચે ઉદ્યોગ શરૂ કરી પ્રોડક્ટનું વેચાણ કેવી રીતે કરવું ? અને આસપાસની મહિલાઓને રોજગારી આપવા આયોજન
  • મહિલાઓ એક હજાર રૂપિયાના ખર્ચે પણ ઉદ્યોગ શરૂ કરી શકશે
    બિઝનેસ વિમેન વીંગ દ્વારા મહિલા દિન નિમિત્તે ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નાના ઉદ્યોગો થકી મહિલાઓને પગભર કરવા માટે વિશેષ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિઝનેસ વિમેન વિંગ દ્વારા ભક્તિ દીપ પ્રોજેક્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત 30 જેટલી મહિલાઓ ઘરે બેઠા કઈ રીતે નાનો ઉદ્યોગ શરૂ કરી શકે ? તે માટે જાણકારી અને ટ્રેનિંગ આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃનારી શક્તિને સલામ: વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે મહિલા દિવસની પાઠવી શુભેચ્છા

ઓછા ખર્ચે નાનો ઉદ્યોગ સ્થાપવાનો મહિલાઓનો મુખ્ય હેતુંઃ શિલ્પા પટેલ

બિઝનેસ વિમેન વીંગના ચેરપર્સન શિલ્પા પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત ચાલી રહેલા પ્રોગ્રામમાં નાના પ્રોજેક્ટ શરૂ કરી મહિલાઓ પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે, પોતાની આસપાસના વિસ્તારમાં રહેતી મહિલાઓને રોજગારી પણ આપી શકે છે. ઓછા ખર્ચે નાનો ઉદ્યોગ સ્થાપવાનો મહિલાઓનો મુખ્ય હેતું છે.

આ પણ વાંચોઃ નારી શક્તિને સલામ: ગીરમાં સિંહણ સમી ધાક જમાવીને ફરજ અદા કરતી વનવિભાગની મહિલા કર્મચારીઓ

નાના ઉદ્યોગો સ્થાપવા માટે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

વિશ્વ મહિલા દિન નિમિત્તે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મહિલાઓને આગળ આવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના ઉદ્યોગો સ્થાપવા માટે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. મહિલાઓ એક હજાર રૂપિયાના ખર્ચે પણ ઉદ્યોગ શરૂ કરી શકશે. મહિલાઓ ઘી સાથે દિવેટ તૈયાર કરી પોતાનો બિઝનેસ શરૂ કરી શકે. જે બિઝનેસ માત્ર એક હજાર રૂપિયાના ખર્ચે શરૂ થઈ શકે અને પોતાના વિસ્તારમાં આસપાસ રહેતી મહિલાઓને પણ રોજગાર આપી શકે છે. આ બિઝનેસ માટે બિઝનેસવુમન દ્વારા લાઈનઅપ કરી આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details