ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર અભિનેતા અને શર્મન જોશીના પિતા અરવિંદ જોશીનું નિધન

જાણીતા ગુજરાતી થિયેટર અભિનેતા અને દિગ્દર્શક અને શર્મન જોશીના પિતા અરવિંદ જોશીએ ​​29 જાન્યુઆરીના રોજ સવારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં.

Arvind Joshi
Arvind Joshi

By

Published : Jan 29, 2021, 11:39 AM IST

  • અભિનેતા શર્મન જોશીના પિતા અરવિંદ જોશીનું નિધન
  • શોલે જેવી બૉલીવુડની ફિલ્મોમાં પણ કર્યો હતો અભિનય
  • મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

અમદાવાદ: ગુજરાતી સિનેમાના સોનેરી ઈતિહાસના સાક્ષી અરવિંદ જોશીએ નિર્માતા, લેખક, દિગ્દર્શક તરીકે પણ કામગીરી કર્યુ છે. અરવિંદ જોશીએ ગુજરાતી નાટક જગત અને સિને જગતનું ખૂબ જ જાણીતું અને માનીતું નામ છે. તે બૉલિવૂડ અભિનેતા શર્મન જોશીના પિતા છે. આજે વહેલી સવારે તેમનું નિધન થયું છે.

શોલેનાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતાં અરવિંદ જોશી
તેઓ પ્રખર નાટ્યકાર પ્રવીણ જોશીના ભાઈ હતા. આમ તો એમની ઓળખાણ આ નથી છત્તા તેમના સંતાન શરમન જોશી અને માનસી જોશી છે, જેઓ પોતે પણ ખૂબ સારા સ્ટેજ આર્ટિસ્ટ્સ છે, તેમણે પણ તેમની અભિનયની શરૂઆત તેમના પિતા અરવિંદ જોશી અને પ્રવીણ જોશીની સાથે જ કરી હતી. અરવિંદ જોશી ઘણા બધા લોકોના મેન્ટોર પણ રહી ચુક્યા છે. અરવિંદ જોશીએ 1975માં આવેલી શોલેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યુ હતુ જ્યારે 1969માં આવેલી ઈત્તેફાક અને અપમાન કી આગમાં પણ કામ કર્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details