મૂળ રાજસ્થાની પરિવારો દ્વારા પરંપરાગત કરાઈ અનંત ચતુર્દશી પૂજા - કોરોના
ભાદરવા સુદ ચૌદશ એટલે અને અનંત ચતુર્દશી. અનંત ચતુર્દશીના દિવસે દર વર્ષે રાજસ્થાનના પરિવાર દ્વારા પૂજા કરવામાં આવે છે. આ દિવસનું વ્રત રાખીને દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇને પૂજા કરે છે. ત્યારે આ વર્ષે કોરોનાવાઈરસની મહામારીને જોતાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનું પાલન થાય તે રીતે પૂજા કરવામાં આવી હતી.
મૂળ રાજસ્થાની પરિવારો દ્વારા પરંપરાગત અનંત ચતુર્દશી પૂજા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમ સાથે કરવામાં આવી
અમદાવાદઃ શહેરના સાબરમતી ખાતે આવેલા કૈલા દેવીના મંદિર ખાતે મૂળ રાજસ્થાનના અને અમદાવાદમાં રહેતાં પરિવારો ભેગાં થયાં હતાં. તેમના દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનું પાલન કરીને અનંત ચતુર્દશીનું વ્રત રાખીને પૂજા કરવામાં આવી હતી. આ પૂજામાં ચૌદ ગાંઠવાળો સૂતરનો દોરો રાખી તેની પૂજા કરવામાં આવી હતી. જે બાદ આ દોરો પુરુષોએ જમણા હાથમાં ધારણ કર્યો જ્યારે સ્ત્રીઓએ ડાબા હાથમાં ધારણ કર્યો હતો.