ગુજરાત

gujarat

ETV Bharat / city

માંડલમાં બપોરે 4 વાગ્યા પછી બજારો કરાશે બંધ, વેપારી એસોસિએશનનો નિર્ણય

અમદાવાદના માંડલમાં છેલ્લા પંદરેક દિવસમાં કોરોનાના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યાં છે. માંડલની સ્થિતિ વધારે બગડે નહીં તે હેતુથી 12 એપ્રિલના રોજ માંડલ કચેરી ખાતે વ્યાપારી સંગઠનની મિટિંગ યોજાઇ હતી. આ બાદ, 30 એપ્રિલ સુધી દરરોજ સાંજે 4 વાગ્યા પછી તમામ ધંધા-રોજગાર સ્વૈચ્છિક બંધ રાખવાની વેપારીઓએ તૈયારી દર્શાવી હતી.

માંડલમાં બપોરે 4 વાગ્યા પછી બજારો કરાશે બંધ, વેપારી એસોસિએશનનો નિર્ણય
માંડલમાં બપોરે 4 વાગ્યા પછી બજારો કરાશે બંધ, વેપારી એસોસિએશનનો નિર્ણય

By

Published : Apr 13, 2021, 6:43 AM IST

Updated : Apr 13, 2021, 1:17 PM IST

  • માંડલની મામલતદાર ઓફિસમાં વેપારીઓ સાથે મિટિંગ યોજાઈ
  • માંડલમાં વધતા જતા કોરોનાના કેસ બાબતે ચિંતન કરવામાં આવ્યું
  • 30 એપ્રિલ સુધી દરરોજ સાંજે 4 વાગ્યા પછી ધંધા-રોજગાર સ્વૈચ્છિક બંધ

અમદાવાદ:માંડલમાં 4 વાગ્યા પછી સ્વૈચ્છિક બજારો બંધ રાખવા વેપારી એસોસિએશનની મિટિંગ મામલતદાર, TDO, PSI અને મેડિકલ ઓફિસર સાથે યોજાઈ હતી. કોરોનાની ચેઈન તોડવા આગામી 30 એપ્રિલ સુધી દરરોજ સાંજે 4 વાગ્યા પછી તમામ ધંધા-રોજગાર સ્વૈચ્છિક બંધ રાખવાની વેપારીઓએ તૈયારી દર્શાવી હતી. વધતા જતા કોરોનાના કેસ બાબતે ચિંતન કરવામાં આવ્યું હતું.

માંડલમાં બપોરે 4 વાગ્યા પછી બજારો કરાશે બંધ, વેપારી એસોસિએશનનો નિર્ણય

આ પણ વાંચો:વલસાડ જિલ્લામાં સ્વૈચ્છિક બંધને લોકોએ આપ્યું સમર્થન, બજારો રહી બંધ

માંડલના વેપારીઓ ઉપસ્થિત રહ્યા

મંડલ મામલતદાર કચેરી ખાતે સંગઠનની મિટિંગ યોજાઇ હતી. આ મિટિંગમાં મામલતદાર જી.એસ ગોસ્વામી, તાલુકા વિકાસ અધિકારી નવીન પટેલ, મેડિકલ ઓફિસર હેમંત પટેલ, PSI સંદીપ પટેલ, માંડલ સરપંચ કૌશિક ઠાકોર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગમાં કરિયાણાના વેપારી, કટલરી, જનરલ સ્ટોરના ધારકો તેમજ સોસાયટી વિસ્તારના પણ વેપારી ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:કેશોદની કોરોના સામે જંગ, શહેર 48 કલાક માટે સ્વૈચ્છિક બંધ

Last Updated : Apr 13, 2021, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details