- વિરમગામમાં 30 એપ્રિલ સુધી શહેરની બજારો બંધ, વ્યાપારીઓનો નિર્ણય
- લોકડાઉનને સફળ બનાવવા નાયબ કલેક્ટર દ્વારા જાહેર અપીલ કરાઈ
- જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ સવારે 7થી 10 અને સાંજે 5થી 7 દરમિયાન મળશે
અમદાવાદ:અત્યારે સમગ્ર ગુજરાતમાં તેમજ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે મોટાભાગના ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વિરમગામમાં સંપૂર્ણ લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. લોકો અને વેપારીઓ સહકાર આપી રહ્યા છે બજારો સુમસામ દેખાઈ રહી છે.
આ પણ વાંચો: મહેસાણામાં બે દિવસ રવિવારે બજારો બંધ રહ્યા, વાહનચાલકો બેફામ ફર્યા
આવશ્યક ચીજવસ્તુઓ મળશે
વિરમગામમાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન છે, ત્યારે લોકોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ મળી રહેશે. સમય સવારે 7થી 10 અને સાંજે 5થી 7 જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓ લોકોને મળી રહેશે. આથી લોકોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ માટે હાલાકી ભોગવવી નહીં પડે.